9 એપ્રિલ, 2014

આઝમખાન ને એક ભારતીય સેના ના જવાન નો સંદેશ - Message to Aazamkhan

આમ તો ધર્મ કે વ્યક્તિ આધારિત પોસ્ટ કરવા ની જ્ઞાન સાથે ગમ્મત  પેજ પર કોઈ દિવસ જરૂરત નથી પડી. પણ આપણા કો-એડમીન જીગ્નેશભાઈ પોતે સેના માં છે એટલે આઝમખાન ના આ વિવાદિત વિધાન પછી એક પોસ્ટ કરવી જરૂરી લાગે છે.


ભારીતીય સેના માં કોઈ દિવસ ધર્મ આધારિત કે જાતી આધારિત ભેદભાવ કરવા માં આવતો નથી. ભારતીય સૈનિક હમેશા ભારતીય જ છે. જયારે પણ કોઈ નવું યુનિટ બનતું હોઈ, નવું શસ્ત્ર સામેલ થાય ત્યારે ચારેય પ્રમુખ ધર્મો (હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ) ના વડા આવી ખાત મુહુર્ત / જે તે ધર્મ માં મનાતી વિધિ કરે છે. દરેક કેમ્પસ માં એક ધર્મસ્થળ ની જગ્યા હોઈ છે જ્યાં એક જ છાપરા નીચે તમને મંદિર મસ્જીદ ગિરિજાઘર અને ગુરદ્વારા મળશે. એક સૈનિક પૂજા કરતો હોઈ ત્યારે પાસે જ બેસી ને બીજો સૈનિક નમાઝ પઢતો હોઈ એ દ્રશ્ય ખુબ જ સામાન્ય છે. જયારે ૧૯૬૫ ની લડાઈ માં અબ્દુલ હમીદ પાકિસ્તાન ના પેટન ટેન્ક નો નાશ કરતા હતા ત્યારે એ મુસ્લિમ ન હતા પણ એક ભારતીય સૈનિક જ હતા. એવી જ રીતે ૧૯૮૭ માં શ્રીલંકા ના તમિલ ટાઈગર સામે શ્રીલંકા માં શહીદ થઇ પરમવીરચક્ર મેળવનાર રામાસ્વામી પરમેશ્વરન હિંદુ/ તમિલ નો હતા પણ એક ભારતીય સૈનિક જ હતા. કારગીલ ની પહાડીઓ પર પોતાના લોહી થી રંગી ને તિરંગા ને ફરકાવનાર મનોજ પાંડે, યોગેન્દ્ર યાદવ, સંજય કુમાર કે વિક્રમ બત્રા હિંદુ/ UP, બિહાર કે હિમાચલી ના હતા પણ ભારતીય જ હતા . અફસોસ કે સેના ને પણ પોતાના સ્વાર્થ માટે ધર્મ ના રંગે રંગનાર આવા લોકો પર ભારતના ભવિષ્ય નો આધાર છે. અફસોસ માત્ર અફસોસ જ કરી શકાશે કારણ કે આમને જો ચુંટણી માં પણ જવાબ આપવા ની વાત કરીશું તો અયોગ્ય ગણવા માં આવે છે. એક ભારતીય ના જય હિન્દ.

દરેક ભારતીય ગુજરાતી સુધી આ પોસ્ટ પહોંચાડો કે જેથી ગુજરાતીઓ માં ભારતીય સેના માટે માન જળવાઈ રહે અને શક્ય હોય તો તમારા નોન ગુજરાતી મિત્રો ને ટ્રાન્સલેટ કરી ને વાત સમજાવો/શેર કરો


આખો લેખ વાંચો...

6 એપ્રિલ, 2014

ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને મલિંગા એ માનતા પૂરી કરી - ગુજરાતી જોક Gujarati Jokes

Gujarati Jokes ગુજરાતી જોક્સ
ગઈ કાલે ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને શ્રીલંકા ના ફાસ્ટ બોલર અને એની યુનિક હેર સ્ટાઈલ માટે પ્રખ્યાત મલિંગા એ વરસો થી વાળ જાતે કાપવાની માનતા પૂરી કરી અને નક્કી કર્યું કે આજે એ વાળંદ પાસે વાળ કપાવશે.

મલિંગા: મમ્મી, હું વાળંદ ની દુકાને જાવ છું....

મમ્મી: કેમ બેટા?

મલિંગા: વાળ કપાવવા...

મમ્મી: અરે વાહ, પણ કપાયેલા વાળ આવ ત્યારે ઘરે લેતો આવજે

મલિંગા: કેમ?

મમ્મી: એમાંથી રસોડા માટે નું બ્રશ સરસ બનશે


આખો લેખ વાંચો...

1 એપ્રિલ, 2014

હકીકત જાણીએ: કેમ ૧ એપ્રીલ ને ફૂલ ડે તરીકે ઉજવાય છે? - Fact About april fool day


૧ એપ્રીલ એટલે એપ્રીલ ફૂલ ડે , આ દિવસે લગભગ બધા એક બીજા ને એપ્રીલ ફૂલ બનાવતા  હોઈએ છીએ , ખરું ને?

પણ ક્યારેય વિચાર્યું છે કે ૧ એપ્રીલ ને એપ્રીલ ફૂલ ડે કેમ કહેવાય છે? ચાલો જાણીએ આ ના જાણેલી હકીકત

સ્ટીવ એપ્રીલ કે જેનો જન્મ ૧ એપ્રીલ ૧૫૭૯ ના દિવસે થયેલો એની પાછળ એપ્રીલ ૧ ને "ફૂલ્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે.

એને જન્મ થી જ બધા મુરખો કહેતા કારણ કે એ ક્યારેય એક સામાન્ય વિધાર્થી ની જેમ સ્કુલ માં કોઈ કામ સરખું કરતો નહી.

મોટો થયો અને એના કરોડપતિ પિતા ની બધી સંપતિ એને નાની ભૂલ થી વેડફી દીધી અને ત્યાર થી બધા એને "ફૂલ" કહેવા લાગ્યા

૨૧ વર્ષ ની ઉમરે એને ૬૭ વર્ષ ની છોકરી સાથે લગ્ન કરીને જીવન ની સૌથી મોટી મૂર્ખામી કરી.

એ પણ તમારી જેમ ખોટી વાહિયાત ફેક વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખીન હતો

મને તો આ આઈડિયા ગમ્યો મારા જીગરીયા મિત્રો ને "ફૂલ" બનાવવા માટે

જો તમને પણ ગમ્યો હોય તો નીચે ફેસબુક, ગુગલ શેર ના ઓપ્શન છે, કરી દો શેર

અને હા, એક પુસ્તક "મિત્રો ને ફૂલ બનાવવાના ૫૧ આઈડિયા" ગુજરાતી માં ઉપલબ્ધ છે, એ પણ ફક્ત ૧૧ રૂપિયા માં , જો તમારે ખરીદવું હોય તો ક્લિક કરો


આખો લેખ વાંચો...

છગન ને પેટ નો દુખાવો ઉપડ્યો - ગુજરાતી જોક Gujarati Jokes Online

Gujarati Jokes Online
છગન ને પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો.

તે ડોક્ટર પાસે ગયો


ડોક્ટરે તાત્કાલિક એડમિટ થવા કહ્યું.


ડોક્ટરે છગન ના પેટમાં નળી નાંખી અને કહ્યું ભાઇ તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા જ છે.


છગન - સાહેબ તમે નળી મારા પેટમાં નહીં પણ ગાદલામાં નાંખી છે.


આખો લેખ વાંચો...

16 ડિસેમ્બર, 2013

ગુજરાતી ડોક્ટર અને એમની પ્રમોશન ઓફર - Gujarati Jokes Online

Gujarati jokes ગુજરાતી જોક્સ
જ્ઞાન સાથે ગમ્મત ના બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતી ભાઈ છગને દવાખાનું ખોલ્યુ. અને જેવી રીતે તમને ગુજરાતી ની પ્રથમ ડેઈલી ડીલ વેબસાઈટ એટલે કે ધૂમખરીદી.કોમ  પર પ્રમોશન જોવા મળતું હોય છે એ જ રીતે છગનને પણ થયું આપણે પણ કંઇક પ્રમોશન કરીએ. બહુ વિચારી એને બોર્ડ લગાવ્યું

"કોઈ પણ ટ્રીટમેન્ટ ફક્ત ૧૦૦ રૂપિયા માં થશે, જો અમે ટ્રીટમેન્ટ કરવામાં ફેઈલ થઈશું તો ૨૦૦ રૂપિયા પરત આપીશું"

આ વાંચી ને એક મારવાડી ભાઈ દવા કરાવવા આવ્યા. એ લાલચ સાથે કે આજે તો ૨૦૦ રૂપિયા લઈને જ જવું છે.

ડોક્ટર સાહેબ, મારી જીભ કોઈ ટેસ્ટ નથી પરખી શકતી, કંઇક ટ્રીટમેન્ટ કરો કે મારી જીભ ને ટેસ્ટ ની ખબર પડવા માંડે.

ડો છગન : નર્સ, પેલા ૨૨ નંબર ના બોક્સ ની દવા ની એક ચમચી આ ભાઈને પીવડાવો

ખબર નહી શું પાઈ દીધું, પણ મારવાડી ઉછળી ને ઉભો થઇ ગયો અને કહે "આટલી કડવી દવા પીવડાવાય ? "

ડો. છગન: કોન્ગ્રેચ્યુલેશન્સ ભાઈ, તમારી જીભ હવે ટેસ્ટ પારખી શકશે ;)

એકાદ મહિના પછી મારવાડી ને થયું ગયા વખત ના ૧૦૦ રૂપિયા વસુલ તો કરવા જ પડશે, ફરી આવ્યો છગનલાલ ના દવાખાને

ડોક્ટર સાહેબ, મારી યાદ શક્તિ જતી રહી છે, કંઇક ટ્રીટમેન્ટ કરો કે જેથી મારી યાદ શક્તિ પાછી આવી જાય

ડો. છગન: નર્સ, પેલા ૨૨ નંબર ના બોક્સ ની દવા ની એક ચમચી આ ભાઈને પીવડાવો

અને મારવાડી એ બુમ પાડી, પણ સાહેબ એ તો બહુ કડવી દવા છે :(

ડો. છગન: કોન્ગ્રેચ્યુલેશન્સ ભાઈ, તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ છે :)

મોરલ: ગુજરાતી લોકો ને છેતરવા મુશ્કેલ જ નહી અશક્ય છે :p :D


આખો લેખ વાંચો...

19 નવેમ્બર, 2013

અહંકાર - ઈગો ઓગાળવાની ટીપ્સ | Tips to come out of your EGO

Tips to come out of your EGO
અહંકાર જેટલો સ્થુળ અને દેખીતો છે એનાથી સો ગણો સુક્ષ્મ અને જટિલ છે. ‘આપણને નામની નથી પડી’ એવું કહેનારનું વજન ‘આપણને’ શબ્દ પર હોવાની શકયતા નકારી ન શકાય. જેટલો અહંકાર ઓછો તેટલી સહજતા અને હળવાશ વધું. અહંકારના નિર્મુલન માટે મોટા ઓપરેશન (જેમ કે યોગ, ધ્યાન, એકાંતવાસ, ઉપવાસ) કરવાંથી ઈગો ઓર મોટો બની શકે છે. ઈગોનો બેઝ ‘હું છું’ તે છે. એટલે ‘હું’ રોજીંદા પ્રસંગોએ જે રીતે વર્તન કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહંકાર ઉપર કંઈક કામ થઈ શકે. આજે એવી કેટલીક રોજબરોજની બાબતો મુદ્દાસર જોઈએ, જે વડે અહંકારને ઓગાળી શકાય. (નોંધ: આ સૂચનો કરનારનો અહંકાર નિર્મુલન થયો છે એવું માનવું ભોળપણ ગણાશે. ઈગો ઓગાળવાની ટીપ્સ, આજના 'સ્મોલ સત્ય' માંથી)

1. મંતવ્ય આપતી વેળા ચહેરાને અને શરીરને અંદરથી જોઈ લેવું. જો મંતવ્ય આપતી વેળા શરીર ટટ્ટાર થાય, આંખોમાં ખુન્નસ આવી જાય, ચહેરો તંગ બની જાય, અંગુઠો ભીંસાવવા માંડે તો તમે તમારા ઈગોને ઉછેરી રહ્યા છો.
2. પાર્ટીમાં પ્રવેશીએ તો સૌનું ધ્યાન આપણા પર ખેંચાય એવા પ્રયત્નો ન કરવા. વાતો, હાવભાવ, ગીમીકસ, જૉકસ વગેરે દ્વારા જો અન્યનું ધ્યાન આપણા ઉપર કેન્દ્રીત થાય તો માનવું કે ‘હું’ મન્કી-ડાન્સ કરી રહ્યો છે.
3. આપણું જ્ઞાન, અનુભવો, ડાહપણ અન્ય સામે ખોલતાં જરીક ચેક કરવું, કારણ કે મહદાંશે એ વેળા અહંકાર એ સાબિત કરવા માંગે છે કે ‘મને ખબર છે’.
4. વાતચીત ચાલતી હોય ત્યારે આપણી વાત કહેવાની જે અદમ્ય ઈચ્છા થઈ આવે એને જરીક પૉઝ આપવો, કારણ કે ‘આપણી’ વાત કહેવાની ચળ થાય છે ત્યારે અહંકાર જોર કરતો હોય છે.
5. ‘સેન્સ ઓફ હ્યુમર’ સારી બાબત છે, પણ તપાસવું કે આપણી મજાક કરવાની સ્ટાઈલમાં આપણો અહંકાર તો મજબુત નથી બની રહ્યો ને?
6. ફેસબુક પર ઓછા ગમતા વ્યક્તિની કે જેની સાથે અણબનાવ હોય એવા વ્યક્તિની જે પોસ્ટ ગમે એને ‘લાઈક’ કરવી. ઈગો તો એ સારી અને ગમી ગયેલી પોસ્ટ અંગે પણ, ‘એમાં શું નવું છે!’ જેવા ચિત્ર-વિચિત્ર લોજીક કરી, તમને એ પોસ્ટ ‘લાઈક’ નહીં કરવા દે. એ લાઈક ન કરવાની પળે અહંકાર પર કામ થઈ શકે છે. અણગમતા વ્યક્તિની ગમતી બાબતને ‘લાઈક’ કરી તમે આખરે તમારા ઈગોને જ ડાઉન કરો છો અને ફાયદો તમને જ છે. સામેવાળાને જે થાય એ એનો પ્રોબ્લેમ છે.
7. વાતેવાતે જો તમનું ઓછું આવતું હોય, ખોટું લાગી જતું હોય, તમારી અપેક્ષા પ્રમાણે ન થાય તો ચેન સ્નેચીંગ થઈ જતું હોય તો એનો અર્થ એ કે તમારો ‘હું’ ખાસ્સો મોટો છે. એ ‘હું’ના ખભે હાથ ફેરવી, એના કાનમાં કહેવું: દીકરા, ઈટસ ઓકે!
8. દિવસમાં ‘મને તો આવું જ ગમે’ અને ‘મને તો આવું ન જ ગમે’ એવા પ્રકારના વાકયો આપના મુખેથી કેટલી વાર સરી પડે છે એની એકાદ દિવસ નોંધ રાખવી. ચિત્ર આપોઆપ સ્પષ્ટ થઈ જશે.
9. કોઈક બાબતે તમારા વખાણ થાય ત્યારે અંદર એ હોશ રહે કે એ વખાણ તમારા નથી થઈ રહ્યા, તમારી જે તે બાબત કે કાર્યના થઈ રહ્યા છે. .
10. આપણી ભૂલ થાય તો એને શકય એટલી જલ્દી અને શકય એટલી ચતુરાઈ વિના સ્વીકારી લેવી. ભૂલ સ્વીકાર કરવો તે ઈગોને ડાઉન કરવાનું બ્રહ્માંસ્ત્ર છે. ટ્રાય ઈટ.
11. આપણાથી નાના માણસને કોઈને ખ્યાલ આવે એ માટે માન ન આપવું.
12. નાકનું ટેરવું અને આંખોની ભ્રમર જેમ ચડે એમ ઈગો ચડે, એ જેમ નમે તેમ ઈગો ઓગળે.
13. આપણા અંગે સારી વાતો થતી હોય ત્યારે એ વાતપ્રવાહને સભાનતાપૂર્વક અન્ય વાતો તરફ ડાઈવર્ટ કરવો.
14. સામેવાળો આપણને ‘હાય કે હેલ્લો’ કરે એની રાહ ન જોવી. એ રાહ જોવાના સમયનો ઉપયોગ બેધ્યાનપણે ઈગોને વિકરાળ કરવામાં થાય છે. ‘આપણે એને સામેથી બોલાવીશું તો એનો ઈગો ફૂલશે, એ છકી જશે’ વગેરે વગેરે કુતર્ક ન કરવા. એનું જે થવું હોય તે, એ એનો પ્રોબ્લેમ છે.
15. આપણે (સામાજીક અને વ્યવસાયિક રીતે) શું છીએ અને શું કરી શકીએ છીએ એવું દુનિયાને જણાવવાનો જે આવેગ આવે એને શકય એટલો ગળી જવો.
16. ટ્રાફિક પોલીસ પકડે ત્યારે ફલાણાને કે ઢીંકણાને ફોન કરવાની ઉતાવળ ન કરવી. સોરી કહેવું, દંડ ભરી દેવો.
17. વાહન ચલાવતી વેળા આપણી આગળ કોઈક નીકળી જાય તો ખુશ થવું. ફાટક બંધ હોય તો આપણી લાઈનમાં ઉભા રહી ફાટક ખુલવાની રાહ જોવી. ભારતમાં આવું ‘ટ્રાફિક ધ્યાન’ કરવાની તકો મળતી રહે છે. માટે તો અહીં અધ્યાત્મની વિપુલ તકો છે અને ધોળિયાઓ ભારત આવે છે.
18. વિવિધ ક્ષેત્રની કેટલી જાણીતી વ્યક્તિઓને તમે ઓળખો છે, તમારે એમની સાથે કેવા ઘર જેવા સંબંધો છે એની વાત સગી પત્ની કે સગા પતિને પણ કહેવાનું ટાળવું.
19. પોતાને પડેલા દુ:ખનું પોટલું જેમતેમ ખોલવું નહીં. દુ:ખ કહેતી વેળા ઈગો નૂતન સ્વરુપ ધારણ કરે છે.
20. જે પણ કાર્ય કરીએ તેની પાછળ ‘મૂળ વૃતિ શું છે?’ એવો મૂળ પ્રશ્ન સતત પૂછતા રહેવું.
21. જો અહંકાર શબ્દના ધ્વનિમાં ઓમકાર સંભળાતો હોય તો ઈ.એન.ટી. પાસે કાનનું ચેક અપ કરાવી લેવું.

આભાર: મુકેશભાઈ મોદી


આખો લેખ વાંચો...

9 જૂન, 2013

છગન ને ગેસ ની તકલીફ - Gujarati Jokes

છગન  ને ગેસ ની તકલીફ - ગુજરાતી જોક Gujarati Jokes

ગુજરાતી જોક્સ Gujarati jokes

ડો. હાથી ના દવાખાને .....

છગન : " સાહેબ મને ગેસ નો પ્રોબ્લેમ છે. વાયુ વિસર્જન કરુ ત્યારે વાસ કે અવાજ નથી આવતો તો પણ આજુબાજુ બેઠેલા મોઢુ બગાડે છે..દવા આપો..."

ડો.હાથી :" આ ગોળી લ્યો અઠવાડીયા પછી આવજો.."

{અઠવાડીયા પછી દર્દી છગન માથે ભડકી ગયો}

છગન:" તમે તો ડો. છો કે શુ ? આ કેવી દવા આપી દીધી ? વાયુ વિસર્જન કરુ એટલે ભંયકર

વાસ આવવા માંડી છે...

ડો.હાથી : " વેલ,તમારુ નાક બરોબર થઈ ગયુ છે.હવે કાન માટે ગોળી આપીશ,,ત્યારબાદ

મહીના પછી ગેસ નો ઈલાજ કરીશુ એટલે તમને પણ બીજા ની તકલીફ નો ખ્યાલ આવે..."


via- Ajitsinh


આખો લેખ વાંચો...

ફેસબુક ઉપર પણ મોજેમોજ કરો , નીચે આપેલ લાઈક બટન દબાવો અને અમારી ફ્રી લાફિંગ ક્લબ ના સભ્ય બનો

?