Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2008

પિતાજી નારાજ થશે

નટુ અને તેનો પુત્ર ગટુ ટ્રેકટરમાં મકાઈ ભરીને જઈ રહ્યા હતા. અકસ્માતે ટ્રેકટર ઊથલી પડયું. ટ્રેકટરના ઊથલી પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતો એક ખેડૂત ત્યાં આવ્યો. ખેડૂતે ગટુને કહ્યું, ‘એ ગટુ! પહેલાં અહીં આવ, પછી હું તને તારું ટ્રેકટર ઊભું કરવામાં મદદ કરીશ.’ ગટુએ જવાબ આપ્યો, ‘તમે બહુ ભલા માણસ છો, પરંતુ હું તમારી સાથે […]

સરકારની સાથે કોમ્પિટિશન

જેલર : તું કયા અપરાધમાં જેલમાં આવ્યો છે? કેદી : સરકારની સાથે કોમ્પિટિશન થઈ ગઈ હતી. જેલર : કઈ વાતમાં? કેદી : નોટ છાપવામાં

શોલે ગુજરાતી

કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે.ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બરત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…”ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને […]

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ? તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ? તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ? તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,તેમાં તું […]

આંસુ આવે છે આંખોમાં અમારી

આંસુ આવે છે આંખોમાં અમારી,જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.ખુશી જ ખુશી હતી પાસે અમારી,જ્યારે અમને પ્રિત હતી તમારી.હજારો ગમ નજીક અમારી,જ્યારથી છૂટી પ્રિત તમારી.રહેવું હતું સાથે તમારી,પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,ભટકી રહી છે જીવન-મરણમાંજિંદગી અમારી.જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,ત્યારથી સાથે નથી કોઈ અમારી.કાફી છે સાથે યાદ તમારી,યાદ […]

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનોબોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે,મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. […]

કામની ગેરેંટી

એક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યોતેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યાડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી બધી નથી, હું તો ૧૦૦ રૂપીયા જ લઊં છું”પ્લમ્બરે કહ્યું  પણ હું તો કામની ગેરેંટી પણ આપું છું…

ભાષણ નહીં દો

“અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું“તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..”“સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!