એક ચાઇનીઝ અમેરિકામા….
મિત્રો, આ જોકને બ્રિટનમા એક જોક્સની સ્પર્ધામા એવોર્ડ મલ્યો હતો અને આ મોકલનાર એક ઇન્ડિયન હતો , જેનુ ગુજરાતીમા ટ્રાન્સ્લેશન કરવાનો પ્રયત્ન કરુ છુ.
એક વાર અમેરિકાના એક બારમા એક ચાઇનીઝ મોડી રાત્રે જાય છે, અને એ ત્યા હોલિવુડના ફિલ્મ મેકર સ્ટિવન સ્પીલબર્ગને જુવે છે, અને એ તેનો બહુ મોટો ચાહક હોવાથી ખુશ થઇને તેનો ઓટોગ્રાફ લેવા તેની પાસે જાય છે, અને ઓટોગ્રાફને બદલે સ્પીલબર્ગ તેને એક ફડાકો મારે છે અને કહે છે, “તુ ચાઇનીઝ છો, અને તમે જ અમારા પર્લ હાર્બરમા બોમ્બસ ફેક્યા હતા.. જતો રે અહીથી…” , બિચારો પેલો ચાઇનીઝ કહે ” એ બોમ્બ્સ અમે ચાઇનીઝ નહિ, જાપાનિઝે કર્યુ હતુ…”
સ્પીલબર્ગ કહે “ચાઇનીઝ, જાપનીઝ, તાઇવાનીઝ…, તમે બધા સરખાજ છો ….”
આ સાંભડીને ચાઇનીઝ પેલા સ્પીલબર્ગને એક તમાચો મારે છે અને કહે છે, “તે જ પેલા ટાઇટેનિક જહાજ ને ડુબાડ્યુ હતુ, જેમા મારા વડવાઓ બેઠેલા હતા”,
અચરજતાથી સ્પીલબર્ગ કહે છે “એ જહાજને મે નહિ, એક આઇસબર્ગે (બરફનો પહાડ) ડુબાડ્યુ હતુ…”
ચાઇનીઝ કહે..”આઇસબર્ગ,સ્પીલબર્ગ, કાર્લ્સબર્ગ…. તમે બધા સરખાજ છો…”
vaah dharmesh gujarati jowani maja avi avu kaik amne shikhdav ne
બહુ સરસ વર્ણન વિનયભાઇ, મે ગુજરાતી મા અનુવાદ કરવાની ખોટી મહેનત કરી, વહેલો ખ્યાલ હોત તો કદાચ તમારી જ લિંક મુકી દીધી હોત. આભાર. મારી કઇ ભુલો થતી હોય તો ક્ષમા કરશો, હુ બ્લોગ જગતમા બહુ જ નવો છુ.
http://funngyan.com/2008/04/18/responsible/
great…..can u send me some jokes I am looking for?