ઓનલાઇન સિક્યુરીટી માટે જાણવા જેવી ૭ બાબત…(7 Tips for Online Security)
7 Tips for Online Security
આમ તો હવે લગભગ બધા લોકો કે જે ઇન્ટરનેટનો રોજ બરોજ માં ઉપયોગ કરે છે, તેમને ખબર જ છે કે અમુક Important માહિતી ઓનલાઇન બહુ સંભાડીને આપવી જોઇએ. છતા પણ આપણામાથી ઘણા લોકો આ ભુલ કરતા હોય છે જેને કારણે તેના કોમ્પ્યુટરથી ક્યારેક કોઇ જરુરી માહિતી બીજા પાસે જતી રહે છે અથવા તો તેના કોમ્પ્યુટર મા વાઇરસ આવી જાય છે.
અહિ થોડી ટીપ્સ છે જે તાજેતરના CNN Channel Technology ના એક ઇન્ટર્વ્યુમા બતાવવામાં આવી હતી.
૧. રેગ્યુલર તમારો ઇન્ટરનેટ સિક્યુરીટીનો સોફ્ટવેર જોતા રહો કે તે બરાબર અપડેટ થાય છે કે નહિ અને બરાબર ચાલે છે કે નહિ
લગભગ આપણે બધા એવુ જ માનતા હોઇયે છીયે કે એક વખત આ એન્ટી-વાઇરસ સોફ્ટ્વેર કોમ્પ્યુટર મા Install કરી નાખીયે એટલે વાઇરસ ના આવે, પણ મિત્રો એવુ નથી, આ એન્ટી-વાઇરસ સોફ્ટ્વેર રેગ્યુલર Activate, Update કરાવવુ પડતુ હોય છે.
૨. બેન્ક એકાઉન્ટની માહિતી કે પર્સનલ ઇન્ફોર્મેશન માટેની લિંક
બેન્ક એકાઉન્ટની માહિતી કે પર્સનલ ઇન્ફોર્મેશન અપડેટ કરવા માટે બને ત્યા સુધી કોઇ ઇ-મેલમા આવેલી લિંક ક્લિક કરીને તમારો પાસવર્ડ ના આપો. ઘણી વખત હેકર્સ તમારી બેંકના લોગીન ના પેજ જેવુજ દેખાતુ પેજ બનાવીને તમારી લોગીનની માહિતી જાણી શકે છે અને તમને ખબર પણ ના પડે કારણ કે હેકર્સ એટલી હોશીયારીથી આ પેજ બનાવે છે કે જેનો લોગો અને બધોજ દેખાવ એક્દમ સરખો હોય અને સામે વાડો વ્યક્તિ સહેલાઇથી છેતરાઇ જાય.
અને કદાચ આ જ કારણથી બેંક હવે ઇ-મેલ મા કોઇ લિંક નથી મોકલતી.
૩. બધા ઓનલાઇન એકાઉન્ટ માટે એકજ પાસવર્ડ વાપરવો હિતાવહ નથી.
કોઇને ઘણા બધા પાસવર્ડ યાદ રાખવા નથી ગમતા, પણ મિત્રો હેકર્સ સરડ પાસવર્ડ આરામથી હેક કરી શકે છે અને એમા પણ જો તમારા બધા એકાઉન્ટ માટે એક સરખોજ પાસવર્ડ હોય તો તો એને મજા આવી જાય એવુ નથી લાગતુ?
એટલે હમેશા તમારો પાસવર્ડ થોડો અઘરો રાખો અને બને તો ઓછામા ઓછા ૮ કેરેક્ટરનો રાખો અને તેમા ખાલી Alphabets જ નહિ પણ Numbers અને Symbols નો પણ ઉપયોગ કરો.
૪. ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરતા પહેલા વીચાર કરો
હુ એમ નથી કહેતો કે તમે ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ ના કરો, પણ તે ડાઉનલોડ કરતા પહેલા Confirm કરો કે તે ખરેખર સેફ છે કે નહિ? કારણ કે ઘણા ફ્રી સોફ્ટવેર તેની સાથે સ્પાય કે વાયરસ લઇને આવે છે કે જે તમારા કોમ્પ્યુટર મા Porno Ads મુકી દે છે અથવા તો પછી તમારી કી બોર્ડની માહિતી લઇને તમારી ઇમ્પોર્ટન્ટ જાણકારી લઇ લે છે. એટલે બને તો ગમે ત્યાથી સોફ્ટવેર ડાઉનલોડ ના કરતા જે તે કંપની અથવા તો પછી Download.com કાતો SnapFiles.com જેવી જાણીતી સાઇટ પરથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખો.
૫. PCs ના બદલે Mac નો ઉપયોગ કરો જો શક્ય હોય તો…
હા, એપલના કોમ્પ્યુટર મા આવા બધા સ્પ્યાય કે વાઇરસની આટલી સહેલાઇથી અસર નથી થતી, એટલે જો શક્ય હોય તો તેનો ઉપયોગ કરો પણ એ સાચી વાત છે કે હજુ એપલ ને નોર્મલ PC ની પ્રાઇઝ સુધી પહોંચવામા થોડો સમય લાગશે, અને ત્યા સુધી બને તો કોઇ Secure વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો જેમકે IE8 (વધારે માહિતી માટે મારો આગલો લેખ વાચો) અથવા FireFox અથવા બીજા કોઇ પણ સ્ટાન્ડર્ડ.
૬. તમારુ કોમ્પ્યુટર સિક્યોર નથી એવુ કહેતા પોપ અપ મેસેજ ક્લિક ના કરો
એ ઘણુ કોમન છે કે કોઇ આવી જાહેરાતની અંદર ભુલથી ક્લિક થઇ જાય કે જે તમને કોઇ સ્પાયવેર સાઇટમા લઇ જાય્ કે કોઇ હાનિકારક સોફ્ટવેર ડાઉનલોડ કરે. અને તાજેતર મા જ એક સર્વેમા ઘણા લોકોએ આ વસ્તુની કબુલાત કરી છે કે તેમનાથી ઉતાવડમા કા તો ભુલથી આવુ વારંવાર થઇ જાય છે.
એટલે આવા કોઇ ક્લિક ના થાય તે માટે બને ત્યા સુધી ધ્યાન રાખો અને તમારા બ્રાઉઝરમા પોપઅપ બ્લોકર એક્ટિવેટ રાખો જે ગુગલ ટુલબાર સાથે ફ્રી આવે છે.
૭. ઓનલાઇન ખરીદિ તમારા રોજ બરોજની ખરીદિની જેમ નહિ કરો
તમે જ્યારે ઇન્ટરનેટ પર ખરીદિ કરતા હોય ત્યારે તમને ખબર નથી હોતી કે તમે કોની સાથે ડીલ કરી રહ્યા છો, અને તમે જ્યારે તમારી પર્સનલ માહિતી આપો છો ત્યારે તમારુ URL ચેક કરો કે જે “https://” બતાવે છે કે નહિ, એમા “http://” કરતા વધારે સિક્યુરીટી રહેલી છે. બીજી વાત કે ક્યારેય તમારા ડેબિટકાર્ડથી ખરિદી નહિ કરો કેમકે જો એ ખોવાય જાય તો એની કોઇ જવાબદારી લેતુ નથી.
એવુ પણ કરી શકાય કે, તમારા રોજ બરોજના કામ માટે એક અલગ ક્રેડિટકાર્ડ અને ઓનલાઇન ખરીદિ માટે કોઇ બીજુ ક્રેડિટકાર્ડ કે જેનાથી તમારુ કાર્ડ બદલવુ પણ હોય તો તમારા રોજ બરોજના કામ ને અસર ના થાય.
આશા રાખુ છુ કે ઉપરની ટિપ્સ તમને ઉપયોગી બનશે, જો હા તો તમારા અભિપ્રાયો આપો.
Hi.. Dharmesh, Khub saras uprokt mahiti jani have aa badhi babatonu dhayan rakhavu padse. Thank You.-PIYUSH VYAS. mo.+919824037756
hi asvin bhai ha khub sasi side 6e.. haji tame agal jarur tips apjo..
khubaj sari mahiti 6
mo=09428816037
Hi Ashwinbhai, Thanks for visiting my blog and thanks for your suggestion, i would take care now onwards.
ખુબ જ સારી સાઇટ છે,
શુભેચ્છાઓ સહ અભિનંદન.
– અશ્વિન જાટીયા (આહીર યુવા ફોરમ) ગાંધીનગર.
ઉતાવડમાં શબ્દ ખોટો છે,
સાચો શબ્દ છે – ઉતાવળ.
તે જ રીતે રાબળી નહીં પણ રાબડી લખાય.
ડ અને ળ વચ્ચેનો તફાવત ખ્યાલ રાખવા વિનંતી.
– અશ્વિન જાટીયા.
આહીર યુવા ફોરમ, ગાંધીનગર.
it is very good tips for me thanks.
It is very nice and usful tips for computer related and internate users. Thanks for your kind useful support to the people who doesn't aware with these type of factors.