સરદાર ચાલ્યા પિકનિક કરવા…
એક વાર ત્રણ સરદાર મિત્રોને ખબર નહિ શુ વીચાર આવ્યો અને ત્રણેય ભાયડા ઉપડ્યા પિકનિક કરવા, સાથે બધી જરુરી વસ્તુઓ જેમકે નાસ્તો,પાથરણા, રમવા માટે બેટ બોલ લીધા.
પિક્નીકની જગ્યાએ પહોંચીને ભાયડાવને યાદ આવ્યુ કે પાણીની બોટલ અને ચાનો થર્મોસ તો ઘરે જ ભુલાઇ ગયો છે.
હવે ચા વગર થેપલા કેમ ખાવા? (આ સરદાર કદાચ કાઠિયાવાડમા રહેલા હશે, એટલે જ થેપલા સાથે લઇને ગયા લાગે છે!!)
સાંતાસિંહ્ કહ કંઇ વાંધો નહિ, જો તમે બન્ને મારી વગર ખાવાનુ શરુ નહિ કરો અને રાહ જોશો તો હુ ઘરે જઇને પાણી અને ચા લાવવા તૈયાર છુ. બાકીના બન્ને કહે અમે રાહ જોઇશુ તુ ચિંતા ના કર અને જલ્દીથી લઇ આવ.
સાંતાસિંહ્ તો ઘરે જવા નિકડી પડ્યો અને બાકીના બન્ને તેની રાહ જોતા બેસીને વાતો કરતા રહ્યા.
આમ ને આમ ૨-૩ કલાક નીકડી ગયા, પેલા બન્ને વિચાર કરે આ સાંતાસિંહ્ હજુ કેમ નહી આવ્યો હોય્? ફરી કંઇ વીચારીને ભુલીને વાતોમા લાગી જાય્, આમને આમ ૧૦ કલાક થઇ ગયા અને છતાય સાંતાસિંહ્ આવ્યો નહિ, એટલે કંટાડીને પેલા બન્નેયે બાકિનુ ખાવાનુ શરુ કરવાનો નિર્ણય કર્યો અને જેવુ ખાવાનુ શરુ કરવા જાય ત્યાંજ પાછડ રહેલા ઝાડ પાસેથી સાંતાસિંહ્ કુદીને આવ્યો અને કહે જો તમારે આવુ જ કરવુ હોય તો હું ઘરે નહિ જાવ….
બોલો તા રા … રા… રા…
સાંતાસિંહે મને ખુબ હસાવ્યો……. હ… હા…. હા…… મઝા પડી……
સાંતાસિંહે મને ખુબ હસાવ્યો…….