સાંતાસિંહ્ ના આલુ પરોઠા અને…..

 

આપણા રાજકોટમા કાલાવડ રોડ પર એક બહુમાડી ઇમારતનુ કામ ચાલતુ હતુ, જેમા ૩ વર્કર મિત્રો રોજ સાથે જમવા બેસે, જેમા એક હતા આપણા માવજીભાઇ, બીજા બિહારના રાઘવેન્દ્રભાઇ અને ત્રીજા હતા આપણા માનીતા એવા સાંતાસિંહ્.

એક દિવસ ત્રણેય ઇમારતના ૨૦મા ફ્લોર ઉપર જમવા બેઠા હતા, રાઘવેન્દ્રભાઇએ પોતાનુ ટિફિન ખોલ્યુ અને જોયુ તો ઇડલી હતી, જોઇને ગુસ્સે થઇને રાઘવેન્દ્ર કહે હુ હવે આ ઇડલીથી કંટાડી ગયો છુ, જો હવે કાલે પણ આ ઇડલી હશે તો હુ અહિથી કુદિને મરી જઇશ.
પછી માવજીભાઇએ ટિફિન ખોલ્યુ અને જોયુ એક ના એક થેપલા અને છુંદો…. અને કહે હુ પણ હવે આનાથી કંટાડી ગયો છુ, જો હવે કાલે પણ આ જ થેપલા હશે તો હુ અહિથી કુદિને મરી જઇશ….       સાંતાસિંહે ટિફિન ખોલ્યુ અને આલુ પરાઠા જોઇને સરદારજી લાલઘુમ થઇ ગયા અને વાદે વાદે હાકલ પાડી કે જો હવે કાલે આજ આલુ પરાઠા હશે તો હુ પણ અહિથી કુદિને મરી જઇશ.

બીજા દિવસે ફરી ત્રનેય મિત્રો ૨૦મા ફ્લોર ઉપર જમવા ભેગા થયા…
રાઘવેન્દ્રભાઇએ ટિફિન ખોલ્યુ અને ઇડલી જોઇને ઉભો થઇ ગયો અને ૨૦ ફ્લોર ઉપરથી પડતુ મુક્યુ અને મરી ગયો, માવજીભાઇએ પણ ટિફિન ખોલ્યુ અને થેપલા જોઇને ૨૦મા ફ્લોર ઉપરથી પડતુ મુક્યુ અને મરી ગયા, સાંતાસિંહ્ પણ ટિફિન ખોલીને આલુ પરાઠા જોઇને ગુસ્સે થઇને ઉભા થયા અને ૨૦મા ફ્લોર ઉપરથી જમ્પ કરીને મરી ગયા.

હવે, ત્રણેય મિત્રોનુ બેસણુ એક જ જગ્યાએ ગોઠવાયુ, રાઘવેન્દ્રની પત્નિ કહે, “મને શુ ખબર કે એમને ઇડલી માટે આટલી બધી નફરત છે, બાકિ તો મે કઇક બીજી વાનગી બનાવી હોત્…”,  માવજીભાઇના ધર્મપત્નિ કહે, “મને શુ ખબર કે એ થેપલાથી આટલા બધા કંટાડી ગયા છે, બાકિ તો મે કઇક બીજી વસ્તુ બનાવી હોત્…” સાંતાસિહના પત્નિ કહે “મને તો હજુ નથી સમજાતુ કે શુ થયુ?? કેમકે એ તો પોતાની રસોઇ રોજ જાતે જ બનાવતા હતા…

બોલો તા રા રા રા……

One thought on “સાંતાસિંહ્ ના આલુ પરોઠા અને…..

Leave a Reply

error: Content is protected !!