રાબળીજી અને યમરાજ
મિત્રો, ભગવાન ના કરે કે આવુ બને, આ તો હસવાની વાત છે, એમા તો બધી ધારણાઓ જ કરવી પડે,
રાબળીજી અકસ્માતે મ્રુત્યુ પામતા સ્વર્ગલોક મા પહોચ્યા, ત્યા યમરાજ કહે “આવો રાબળીજી, તમારુ સ્વર્ગમા સ્વાગત છે.” યમરાજની ચારે બાજુ ઘણી બધી ક્લોક જોઇને રાબળીજી આશ્ચર્યમા પડી ગયા અને કહે યમરાજ આ આટલી બધી ક્લોક અહિયાં શાના માટે છે?,
યમરાજ હસતા હસતા કહે, આ મ્રુત્યુલોકમા રહેલા દરેક માણસના કર્મોની ક્લોક છે અને દરેક માણસે કરેલા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે.
રાબળીજી એક ક્લોક કે જેનો કાંટો જરા પણ હલ્યો નહોતો તેની સામે જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયા, યમરાજે કહ્યુ એ રાજા હરીશચંદ્રની ક્લોક છે કે જેને ક્યારેય કોઇ ખરાબ કામ નથી કર્યુ, રાબળીજીયે બીજી એક ક્લોક જોય જે પણ બહુ ઓછુ ફરેલી હતી, રાબળીજી કહે આ કોની ક્લોક છે? યમરાજ કહે આ ગાંધીજીની ક્લોક છે,
રાબળીદેવી ને તો બહુ નવાઇ લાગી, તેને બહુ ઉતેજીત થઇને યમરાજ ને પુછ્યુ, યમરાજ મારા લાલુની ક્લોક મને બતાવો ને, એ કેટલી ચાલી છે અત્યાર સુધીમા??
યમરાજ હસીને કહે, એ અહીંયા નથી, એ તો મારા બેડ રુમમા રાખી છે, જેનાથી મારે બેડ રુમમા પંખાની જરુર નથી પડતી…
wah, saras majana jokes hata.
badha politician ni clock sathe rakhe to vavazadu avi jaay
વાહ,
ખુબ જ સરસ મજાની રમુજી ટુચકો મુકયો છે!
આ હકીકત ખરેખરે ચિંતન કરવા જેવી છે.
આજનો સમય સ્વાર્થ અને છળ કપટમાં દરેક માણસ ઘડીયાલના કાંટાની જેમ ચાલતો
જાય છે,
જેને પારખવા હરીશચંદ્ર અને ગાંધીજી જેવા મહાપુરુષો પણ ઘડીયાળની કલાક" ની ધીમી ગતી મુજબ સમયને પારખીને કાર્ય કર્યુ
આજે તો દરેક માણસ સેકંડ કાંટાની જેમ ગતિ કરી રહ્યો છે. જેને પારખવો ખુજ જ મુશ્કેલ છે.
જો તેનો સદુપયોંગ કરે તો?