ઘણા સમય પછી…. થોડા નવા ટુચકા ….
મિત્રો… ઘણા સમય પછી ફરી એક વાર… થઇ જાય???
આ વખતે શાંતાસિંહ ને થોડો આરામ આપીએ……
એક મારવાડી ભાઈ એના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા….
મારવાડી : એ સાંભળશ તું ક્યા છે??
પત્ની: આ રહી, અહિયા જ તમારી બાજુમાં જ ઉભી છું…
મારવાડી : અને આપણા છોકરાવ ક્યા છે??
છોકરાવ (રડતા રડતા): આ રહ્યા પપ્પા, અમે અહી જ છીએ…
મારવાડી : એલા તો પેલા બાજુના રૂમ માં પંખો કેમ ચાલુ છે???
————————————————————————
એક વખત એક મારવાડી ભાઈ અગાસી પર ગયેલો અને અચાનક નીચે પડી ગયો.
પડતા પડતા રસ્તામાં ૧૨ માં માળ પર તેને પત્ની ને રસોઈ બનાવતા જોય…
અને જોર થી બુમ મારી… ઓયે સાંભળશ…. મારા ભાગ ની રોટલી નહિ બનાવતી….
Source: FWD Email
====================================================