છગનલાલ અને ચંપારાની ના લગ્ન ને ૨૫ વર્ષ પુરા થયા… ધર્મેશભાઈ એ જ્ઞાન સાથે ગમ્મત ના બધા મિત્રો ને બોલાવીને એક મોટી સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કર્યું…
હર્ષલ જોષી, ગૌરાંગભાઈ, ઋત્વીજ્ભાઈ, અરુણભાઈ, સુનીતાજી બધા વિચારે કે આ ધર્મેશભાઈ તો હમેશા બન્ને ના ઝગડા વિષે લખતા હોય છે, આ બન્ને ૨૫ વર્ષ ટકી કેમ રહ્યા??
બધાયે ધર્મેશભાઈ ને કહ્યું કે તમે છગન ને પૂછો તો ખરા કે એમના સફળ લગ્ન જીવન નું રહસ્ય શું છે??
છગનને આ પ્રશ્ન ના જવાબ માં કહ્યું: જુવો ધર્મેશભાઈ એમાં એવું છે કે ઘર માં નાની નાની વસ્તુ માં હું કોઈ દી માથું નથી મારતો… અમારે બન્ને ને પોત પોતાનો સ્કોપ ઓફ વર્ક છે… :પી કોઈએ કોઈના કામ/નિર્ણય માં દખલગીરી નહિ કરવાની….
ઘર કેમ ચલાવવું, કયું ટીવી લેવું, કેટલું અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યારે ક્યારે દાગીના લેવા, ફરવા ક્યાં જવું… આ બધું ચંપા જ નક્કી કરે…. નાની વસ્તુ ઓ માં હું ના બોલું…
હું તો ફક્ત મોટા નિર્ણય માં જ થોડો રસ લવ…. જેમ કે … મોદી ને પી.એમ. તરીકે દિલ્હી સુધી લઇ જવા કે નહિ, લોકપાલ બિલ પાસ કરવા દેવી કે નહિ… શરદ પવાર ને ભુંડ સાથે સરખાવતા લોકો ને સજા આપવી કે ઇનામ આપવું… મનમોહન નું મૌન તોડવા શું કરવું….
એટલે અમારે બન્ને ને બહુ માથાકૂટ નથી થતી….
હેપ્પી લાફિંગ…..