છગન બેઠો બેઠો ટી.વી. જોઈ રહ્યો હતો … એટલા માં ચંપા આવી અને કહે આ સ્લેમ બુક આવી છે આપણા પાડોશી મગનભાઈ આપી ગયા છે, કહેતા હતા કે સોસાયટી માં બધાય પાસે ભરાવવી છે…
તમારે પણ એક પાના માં તમારા વિષે બધું લખવાનું છે…
છગન તો ફેસબુક માં રજીસ્ટ્રેશન ફોર્મ ભરતો હોય એમ બધું ભરવા લાગ્યો….
ત્યાં “ઝોડેઈક સાઈન” એવું લખીને આવ્યું.. અને છગન મુન્જાયો…
થોડુ વિચાર્યું પણ કઈ ખબર ના પડી, આગળ કોઈએ ભરેલું વાચ્યું, ત્યાં લખેલું “કેન્સર”
છગને લખી નાખ્યું: “થોડો કબજીયાત અને પથરી”