Mojemoj.com

Best Gujarati Blog

ROFL હવે ગુજરાતી માં પણ….Gujarati Blog for Jokes Fun

સારુ ચાલે આજે સ્પેશ્યલ ગુજરાતી વાત….

ROFL તો સાંભળેલું જ હશે… અને ઘણા એવા હશે કે સાંભળેલું હશે પણ એનો મતલબ નહિ ખબર હોય…
ROFL = Rolling On Floor, Laughing

હવે આવા હંધાય શોર્ટ કટ આ વેબ ની દુનિયા માં શોધાયા છે ત્યાં આપણા ગુજરાતી બંધુ અને ધમભા ના મિત્ર પ્રતિકભાઈ પટેલે આનુ પણ ગુજરાતી વર્ઝન કાલે બપોરે ૫.૩૦ કલાકે લોન્ચ કર્યું છે :પી

હવે ગુજરાતી ફેસબુક વર્ડ કે ગુજરાતી વેબ વર્ડ માં જયારે તમને આ નવું ગુજરાતી વર્ઝન દેખાય અને એને જોઈને હસવું આવે ત્યારે ત્યારે પ્રતિકભાઈ ને યાદ કરવાનું ભૂલશો નહિ…..

તો ROFL નું ગુજરાતી વર્ઝન છે….. ભોં.પ.આ.દાં.કા.
અને આનો મતલબ….
.
.
.
.

ભોંય પર આળોટીને દાંત કાઢ્યા

મજા આવી ગઈ ને બાકી આ વાંચીને?? તમેય ભોં.પ.આ.દાં.કા.?? જો હા તો આ પોસ્ટ બીજા ગુજરાતી મિત્રો/ગ્રુપ/પેઈજ પર શેર કરો….

Updated: January 19, 2012 — 5:47 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!