છગન ની પારકી પંચાત – ગુજરાતી રમુજ Gujarati Jokes
છગનલાલ એક વખત ક્યાંક ખોદકામ ચાલતું હતું, ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા… કે આ બધાય કરે છે શું… (પારકી પંચાત :પી )
થોડી વાર થઇ અને એનાથી રેવાયું નહિ.. અને પૂછ્યું, કે ભાઈ તમે બધા શું કરો છો?
એકે જવાબ આપ્યો: ભાઈ, અમને માહિતી મળી છે કે અહિયા રાજા મહારાજા ઓ ના અવશેષો અને અમુક જુના મહેલો દટાયેલા છે…
છગનલાલ ની આતુરતા વધી, અને બાપુ તો હેટ પહેરીને, હાથ માં સોસયો અને શીંગ પકડીને લાગી પડ્યા બધું નિહાળવા… (ગમે એમ તો ધમભા નો ભેરુ ને… :પી )
થોડી વાર માં ઘણા ખજાના મળ્યા.. થોડા બખ્તર મળ્યા, “દઉ ને ભડાકે” માટે જૂની બન્ધુકડીઓ મળી….
પણ થોડી વાર માં એક જડબું મળ્યું… બધા વિચારો માં પડી ગયા કે ઓહ્હો આ શું… લાગે છે કોઈ રાજા નું જડબું છે… કોઈ કહે ના ના રાની નું હશે… બહુ ચર્ચાઓ ચાલુ થઇ ગઈ…
ત્યાં છગન થી રહેવાયું નહિ… અને કહે.. ભાઈઓ આ નક્કી રાની નું જ જડબું છે..
બધા કહે, તું દાવા સાથે કેમ કહી શકે?
છગન: જુવો ને … વરસો થઇ ગયા તોયે…જડબું હજુ પણ હલ હલ (બળ બળ) કરે છે…