છગન ના દાંત માં જીવડું – ગુજરાતી જોક્સ Gujarati Jokes
છગન ના દાંત માં એક વખત કોઈ જીવડું ફસાઈ ગયું…
બહુ કોશિશ કરી, બહાર પણ નો નીકળે અને મરે પણ નહિ… છેવટે છગનલાલ ઉપડ્યા ડોક્ટર પાસે…
ડોક્ટરે પણ બહુ હાથ અજમાવ્યો.. બિચારા છગનીયા નું જડબું હલી ગ્યુ તોય જીવડું ના મર્યું કે ના નીકળ્યું.. ડોક્ટર કહે, હવે તો એક જ રસ્તો છે, ૪ દિવસ સુધી ફક્ત દૂધ અને બિસ્કીટ ખાવાના (દિવસ માં ૩ વખત) અને ચોથા દિવસે ફક્ત દૂધ પીવાનું… પછી આવજો મારી પાસે…
છગન ને આવું જ કર્યું, ૩ દિવસ દૂધ અને બિસ્કીટ ખાધા… અને ચોથા દિવસે જેવું દૂધ પીધું ત્યાં જીવડું બહાર આવીને કયે… એલા છગન લોભીયા બિસ્કીટ તો આપ….