બીમાર પતી – ગુજરાતી જોક્સ રમુજ Gujarati Jokes
એક ભાઈ બરાબર ના બીમાર પડ્યા… માનસિક હાલત બગડી ગયેલી હતી… પત્ની ડોક્ટર પાસે લઇ ગઈ…
ડોક્ટર કહે: બહેન, તમે તમારા પતી ને ખુબ હેલ્ધી બ્રેકફાસ્ટ આપજો, હમેશા ખુશ રહેજો, સારા મુડ માં રહેજો, તમારા કોઈ પ્રોબ્લેમ્સની એમની સાથે ચર્ચા ના કરતા..
ટીવી સિરિયલ્સ ના જોશો કે જે ટેન્શન આપે, એવું હોય તો જ્ઞાન સાથે ગમ્મત માં જોક્સ વંચાવજો, નવા કપડા કે ઘરેણાં ના માંગતા,
જો તમે આવું ૧ વર્ષ સુધી કરશો તો કદાચ એ બચી શકશે …
પાછા ઘરે જતા હતા, ત્યારે પતી કહે, શું કહ્યું ડોકટરે…
પત્ની કહે: પ્રિયે, તમારા બચવાના ચાન્સ બહુ ઓછા છે….