બલ્ખના સુલતાન ની વાર્તા – ગુજરાતી વાર્તા Gujarati Story
બલ્ખના સુલતાન ની જાહોજલાલી એવી હતી કે રોજ રાત્રે એમના પલંગ પર સવામણ તાજા ફૂલોની સેજ બીછાવવામાં આવતી.
એકવાર સુલતાન ને આવવાની હજી વાર હતી.એટલે એ સેજ બિછાવનાર દાસીને થયું એ સેજ પર થોડી વાર સુઈ જાઉં.એ સેજ પર સુવાનો આનંદ માણી રહી હતી પણ નસીબજોગે એને ઊંઘ આવી ગઈ.
સુલતાન આવ્યા.પોતાની સેજ પર એક દાસીને સુતેલી જોઈને અત્યંત ગુસ્સે ભરાયેલા સુલતાને દાસીને કોરડા ના ચાર ફટકા લગાવી દિધા.
રડતી, કાપતી દાસી પલંગ પર થી ઉતરી ગઈ પણ રડતા રડતા અચાનક તે હસી પડી.
સુલતાને ક્રોધિત સ્વરમાં કારણ પૂછ્યું,તો દાસી એ નરમાશ થી કહ્યું,”જહાંપનાહ હું બે ઘડી આ પથારી મા સુતી અને એમાં મને કોરડા ના ચાર ફટકા પડ્યા,તો આપ તો રોજ આખી રાત આ સેજ પર સુવો છો,ખુદા તમને કેટલા ફટકા મારશે.? એ વિચારે હું હસી પડી.”
કોણ ભલા ને પૂછે છે ? અહીં કોણ બુરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તર ને નીચોવી કોણ પછી ફૂલોની દશા ને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદા ને પૂછે છે ?-કૈલાશ પંડિત
સાભાર : “મર્મ ભરી મટુકી માંથી “
અવિસ્મરણીય વાતો