Mojemoj.com

Best Gujarati Blog

વાનરને પૂંછ અને આ માનવને કેમ મૂછ ? – એક કટાક્ષ કથા

“વાનરને પૂંછ અને આ માનવને કેમ મૂછ ?”

– એક કટાક્ષ કથા
– અશોકસિંહ વાળા

શિક્ષક: તમે બધા નહીં જાણતા હોવ કે માનવની ઉત્પતિ વાનર નામના પ્રાણીમાંથી થઇ છે,
થોડું વિચારી શિક્ષક પાછા બોલ્યા… અને પછી તો ન માની શકાય એવી સિધ્ધિ માનવે હાંસિલ કરી…
વાનરનું હ્રદય માનવમાં ફિટ કરવાના અખતરા કર્યા, ટેસ્ટ ટ્યુબ બેબીની શોધ થઇ,
એ… તો… ઠીક પણ માનવ ચંન્દ્રની શિતળતાનો પણ અનુભવ કરતો આવ્યો અને પ્રુથ્વિના પ્રદુષણથી કંટાળીને મંગળ ગ્રહ પર વસવાનું પણ વિચાર્યુ….
અને રક્તદાતાઓનાં અભાવથી કંટાળીને કુત્રિમ લોહિની શોધ કરી (?)
અરે… સામી છાતીએ લડનારા યોધ્ધાઓની વિરતાના ઇતિહાસ સમી તલવારને શોભાનો ગાઠીયો બનાવીને… પીઠ પાછળ ઘા કરનારા અણુશસ્ત્રોની પણ શોધ થઇ… એ અણુશસ્ત્રોએ ભયંકરતાની ચરમ સીમા સુધી પહોંચીને ઇશ્વરીય શક્તિને પડકાર ફેંકયો કે મૌત આપવાના અધિકારનું ખાતુ હવે અમાંરુ…

ત્યાં વચ્ચે અટકચાળો અશોક બોલ્યો… હે… સાહેબ માનવે આટલી મસ મોટી પ્રગતિ કરી તો પછી ઇશ્વર કેમ ત્યાંનો ત્યાં જ છે???,

શિક્ષક: ત્યાંનો ત્યાં એટલે?

અશોક: એ… તો… છે… ને સાઈબ એટલે પૂછ્યુ….કે… હજી… આ… “વાનરને પૂંછ ને માનવને કેમ મૂછ” ???

-અશોકસિંહ વાળા

Updated: June 18, 2012 — 11:27 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!