સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલા – ગુજરાતી વાર્તા Gujarati story
શારદા મા એ કહ્યું,” ત્યાં જઈને શું કરશો?”
“હું હિંદુ ધર્મ નો સંદેશ પ્રસરાવીશ.”
શારદા મા કઈ બોલ્યા નહિ.થોડી વાર પછી એમણે શાક સમારવા માટે છરી માંગી.વિવેકાનંદ જી એ છરી ઉપાડી ને શારદા મા ને આપી ત્યાં મા બોલ્યા,”જાઓ ,મારા આશીર્વાદ છે તમને.”
વિવેકાનંદજી એ જીજ્ઞાશાવશ પૂછી નાખ્યું કે ,” મા મેં તમને છરી આપી પછી જ તમે મને આશીર્વાદ આપ્યા એનું શું કારણ?”
શારદા મા એ કહ્યું,”હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડો છો? સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો પોતાની તરફ રાખે છે પણ તમે છરી ઉપાડી ને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારી તરફ રાખીને મને છરી આપી. હવે મને ખાતરી થઇ ગઈ છે કે તમે સફળતાપૂર્વક ધર્મ નો સંદેશ લોકો સુધી પહોંચાડી શકશો.
કારણ કે ધર્મ અને પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે જે દુ:ખ પોતાના માટે રાખે અને સુખ અને સુરક્ષા અન્ય ને આપે.
ચાંદની ની રાહ એ જોતું નથી,
આંગણું એકાંત ને રોતું નથી,
રાત પાસે અગિયાર પણ હોય છે,
એકલું અંધારું કાઈ હોતું નથી….કૈલાશ પંડિત
સાભાર : “મર્મ ભરી મટુકી માંથી “