પી.એમ. બેંક માં છગન પાસે – ગુજરાતી જોક્સ – Gujarati Jokes
એક વખત આપણા લાડીલા પી.એમ. મનમોહનજી(હવે પી.એમ. એટલે શું એ નહિ પુછતા) એક વખત સ્વીસ બેંક માં થોડા પૈસા ઉપાડવા ગયા… કેશિયર તરીકે આપણા છગનલાલ બેઠેલા…
છગન કહે: સાહેબ, આપનું કોઈ પણ એક આઈ.ડી. બતાવશો?
મનમોહનજી: અરે છગનભાઈ, આઈ.ડી. તો સાથે નથી, પણ તમે મને નથી ઓળખતા? હું મનમોહનસિંહ, ભારત દેશ નો વડાપ્રધાન !!!
છગન: સાહેબ, બધી વાત સાચી, પણ મારે કોઈ તો સાબિતી જોઈએ ને કે તમે ખુદ મનમોહનજી છો, અને કોઈ બહેરુપિયા નથી….
જુવો ને થોડા દિવસ પહેલા, બચ્ચન સાહેબ અને અડવાની ને પણ આવો જ પ્રોબ્લેમ થયેલો, બચ્ચને મને થોડા ડાઈલોગસ અને એક્શન કરીને બતાવ્યા… જયારે અડવાનીયે મોહમ્મદ જીણા ની બાયોગ્રાફી કહી બતાવી… એટલે મને વિશ્વાસ આવ્યો અને આ બેય ને મેં જોઈતા પૈસા ઉપાડવા દીધા…
મનમોહન કહે: છગન ભાઈ બધું બરોબર, પણ હું “કઈ કરી શકું એમ નથી”, પ્લીઝ મને સમજો…
છગન: ઓહ્હો… હવે બરાબર, તમે સાબિત કરી દીધું કે તમે જ મનમોહન છો… ઉભા રહો, હમણા તમારા પૈસા લઈને આવું છુ….