છગન નું સંશોધન – ગુજરાતી જોક્સ Gujarati Jokes
છગન ને થયુ, લાવ ને પેલા જ્ઞાન સાથે ગમ્મત વાળા ધર્મેશભાઈ ની જેમ હું પણ કંઇક નવીન અખતરા કરું.. કોઈ નવું સંશોધન કરું… મેં જેમ તમને બધાને ટાર્ગેટ બનાવ્યા છે (મજાક દોસ્તો.. ટેઈક ઇટ ઇઝી) એમ છગન લાલે વંદા ને ટાર્ગેટ બનાવ્યો, અને પોતાનું સંશોધન ચાલુ કર્યું….
છગને વંદા નો એક પગ કાપી લીધો અને કહે “ચાલ જોઈ હવે…” અને વંદો તો બિચારો થોડુ થોડુ ચાલ્યો… પછી છગને એનો બીજો પગ કાપી લીધો અને કહ્યું “ચાલ હવે..” અને વંદો હજુ ચાલ્યો, આજ રીતે ત્રીજો પગ કાપ્યો તો પણ વંદો થોડુ ચાલ્યો, અને આખરે છગન લાલે વંદા નો ચોથો પગ પણ કાપી લીધો અને કહે “લે ચાલ હવે…” … પણ બિચારો વંદો હવે નો ચાલી શક્યો…
ફરી કહ્યું, “ચાલ હવે…” … પણ બિચારો વંદો નો ચાલી શક્યો…
છગન તો ખુશ થઇ ગયો… અને ચંપા ને કહે, મારુ સંશોધન સફળ ગયું… મેં શોધી કાઢ્યું કે જો આપણે વંદા ના ચારેય પગ કાપી નાખીએ તો એની અસર એના કાન પર થાય છે અને એ બહેરો બની જાય છે….