બીમાર છગન – ગુજરાતી જોક્સ ટુચકા Gujarati Jokes
થોડા દિવસ થી છગન કોઈ બેંક ના ક્રેડીટ કાર્ડ માં સેલ્સ મેન તરીકે લાગેલ હતો ..
એક વખત બહુ બીમાર પડી ગયો, એની પત્ની ચંપા કહે.. એક કામ કરો કોઈ જનાવર ના ડોક્ટર ને બતાવી આવો, તો જલ્દી સારુ થઇ જાશે…
છગન: એની ઘનચક્કર… હું બીમાર છું અને તને જનાવર ના ડોક્ટર દેખાય છે?
ચંપા: તો બીજું શું? રોજ સવારે કુકડા ની પહેલા ઉઠી ને ઘોડા ની જેમ માર્કેટ માં ભાગો છો, પોપટ ની જેમ આખો દિવસ કસ્ટમર ની સામે બક બક કરો છો, સુવર ની જેમ જ્યાં ને ત્યાં મોઢું માર્યા કરો છો, ગધેડા ની જેમ કામ કર્યા કરો છો તો પણ બળદ ની જેમ બોસ ની ગાળો મળે છે,
અને અધૂરા માં પૂરું, ઘરે આવીને કુતરા ની જેમ અમારા બધા ઉપર ભસ્યા કરો છો અને રાતે ભેંસ ની જેમ ઉંઘી જાવ છો…
બોલો કહું હજી કંઈ???