ક્યારે બહુ ગુસ્સો આવે – ગુજરાતી રમુજ Gujarati Fun
મિત્રો, અમુક નીયમો કે જે ઘણી વાર આપણને ગાળ બોલવા પર મજબુર કરી દયે છે… થોડો સમય આપીને શાંત દિમાગે વાંચશો તો વધુ મજા આવશે….
તમારાથી જયારે ખોટો નંબર લાગી જાય, ત્યારે કોઈ દિવસ એન્ગેજ ટોન નો મળે…
તમે જયારે લાઈન બદલો, ત્યારથી તમે જે લાઈન માં પહેલા હતા એ ફાસ્ટ ચાલવા માંડે…
તમે જયારે કોઈ મીકેનીકલ કામ કરતા હો, તમારા હાથ ગ્રીસ વાળા થાય, પછી જ નાક પર ખંજવાળ આવે….
તમે કોઈ દિવસ ઓફીસ લેઈટ પહોચો અને બોસ ને કહો કે ટાયર પંક્ચર થયેલું, એના બીજા દિવસે સાચે જ ટાયર પંચર થાય….
જયારે કોઈ રીપેરીંગ કામ કરતા હો, અને કોઈ સ્ક્રુ કે ટુલ હાથ માંથી પડે, તો સાલુ સરકતું સરકતું ક્યાંય ને ક્યાંય ખૂણે જઈને જ પડે….
ભલે ને લાફિંગ ફેકટરી પર જઈને બધા જોક ફરી ને ફરી વાચવાની ઈચ્છા થાય, વચ્ચે કોઈક ફેસ્બુકીયું (ફેક પ્રોફાઈલ વાળું) ચેટ મેસેજ મોકલે જ… અને ધમભા ના જોક ના વાંચી શકાય…
ભલે ને આખો દિવસ કોઈ કોલ ના આવતો હોય, જેવા તમે નહાવા જાવ.. આખા પલળી ગયેલા હો, ત્યારે જ રીંગ વાગે…