જયારે ગુરુ સાચું જ્ઞાન આપે ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય..

રામ ક્રિષ્ણ પરમ હંશે એક દ્રષ્ટાંત આપ્યું છે.એક શિષ્યે એના ગુરુ ને પૂછ્યું,”ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?કેટલી આતુરતા જોઈએ?”

ગુરુ એ કહ્યું,”એ શબ્દો થી વર્ણન થઇ શકે એમ નથી.. એ અનુભવ થી સમજાય..હું તમને ક્રિયાત્મક સમજાવીશ.”

એક દિવસ ગુરુ શિષ્ય નદીમાં સ્નાન કરવા ગયા.શિષ્ય એ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુ એ તેનું મસ્તક જળમાં પકડી ને ઉપર થી દબાવ્યું.પાણી ની અંદર શ્વાસ ના લેવાવાથી શિષ્ય નો જીવ મૂંજાવા લાગ્યો. તે પાણી માં હાથ પગ પછાડી તરફડવા લાગ્યો.એ એકદમ વ્યાકુળ થઇ ઉઠ્યો.ત્યારે ગુરુ એ એને છોડ્યો.શિષ્ય બહાર આવ્યો એટલે એના પહેલા ગુરુએ એને પૂછ્યું,”કેમ પ્રાણવાયું વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા?.”શિષ્યે કહ્યું પ્રાણ અકળાવાની વાત જવા દ્યો.મને લાગ્યું હમણા મારા પ્રાણ નીકળી જશે”.

ગુરુએ કહ્યું ,”બસ ઈશ્વર ને મેળવવા માટે આવો જ તરફડાટ જોઈએ.

પાંખો નહિ આવેલા બચ્ચા જેમ માં ને જોવા આતુર હોઈ.

ભૂખે ટલવળતા નાના વાછરડાઓ જેમ ગાય ના સ્તનપાન માટે આતુર હોઈ.

જેમ પરદેશ ગયેલા પતિ ને જોવા પત્ની વ્યાકુળ હોઈ.એવી આતુરતા જો આપણાં માં આવે તો ઈશ્વર આપણને દર્શન આપે..

(ચતુશ્લોકી ભાગવત નો એક શ્લોક)

Leave a Reply

error: Content is protected !!