ગુજરાતી જોક્સ – કુતરા નું એક્સિડન્ટ
ગુજરાતી જોક્સ – કુતરા નું એક્સિડન્ટ
૪ મહિના પહેલા જ્ઞાન સાથે ગમ્મત ના રીડર અને મારા લખેલા જોક વાંચી ને મને સંપર્ક કરનાર શ્રી સુધીરભાઈ કે જે યુ.કે. થી દુબઈ ફરવા આવેલા અને એમને મળવાનો લહાવો મળેલ. ત્યારે દુબઈ માં ગુજરાતી થાળી જમતા જમતા એમને કહેલ જોક કે જે ૪ મહિના થી કહેવા માંગતો હતો પણ આળસ માં રહી જતો હતો , તો આજે મુકુ છુ, ગમે તો લાઈક અને શેર કરજો
સુધીર ભાઈ ફરીથી સોરી કે આટલો જોરદાર જોક (જે અંગ્રેજી માં વાંચેલ પણ ગુજરાતી કરવામાં સમય લાગ્યો) અને જલ્દી ફરી દુબઈ આવો અને વધારે સમય મળી શકાય
===============================================
પાકિસ્તાની વડાપ્રધાન અને તેનો ડ્રાઈવર એક વખત ગામ ના હાલ ચાલ જોવા નીકળ્યા
થોડે આગળ ગયા ત્યાં ડ્રાઈવર થી એક રખડું કુતરો કચડાઈ ગયો
આજુ બાજુ થી લોકો નું ટોળું ભેગું થઇ ગયુ
પાકિસ્તાન એટલે બીજું શું થાય, બધાય કયે હાલ જલ્દી ૧૦૦૦ રૂપિયા આપ તો જાવા દઈએ (લુખ્ખાવ સાવ)
વડાપ્રધાન અને એ પણ પાકિસ્તાન ના, એટલે ખિસ્સા માં તો શું હોય , ૧૦ રૂપિયા માંડ નીકળ્યા
એટલે ડ્રાઈવર ને કહ્યું, જા નજીક માંથી ક્યાંક થી ૧૦૦૦ નો મેળ કરતો આવ, આ બધાય મને તો જાવા નહી દયે, એટલે હું અહિયા રહું છું
૨ કલાક પછી ડ્રાઈવર આવ્યો અને એની પાસે લાખો રૂપિયા, હીરા, મોતી ઘણું બધું હતું
એ તો ઠીક, લાખો લોકો નું ટોળું ઢોલ નગારા, વાજતે ગાજતે ફટાકડા ફોડતું હતું , નાચતું હતું, બધા બહુ ખુશ હતા
વડાપ્રધાન કહે: અલ્યા, ૧૦૦૦ રૂપિયા ની બદલે આટલા બધા કેમ લાવ્યો અને આ ઘરેણાં, અને આ લોકો કેમ આટલા નાચે છે , શું વાત છે? પાકિસ્તાન મેચ જીતી ને આવી રહ્યું છે ઇન્ડિયા થી ?
ડ્રાઈવર: જનાબ, એવી કોઈ વાત નથી, પાકિસ્તાની ટીમ ની તેવડ નથી ઇન્ડિયા માં જીતી ને આવે (થોડું વધારે થઇ ગયુ હોય તો હળવાશ થી લેજો :p )
પણ મેં પૈસા લેવા ગયો ત્યારે ફક્ત એટલું જ કીધું કે ” હું આપણા વડાપ્રધાન નો ડ્રાઈવર છું, મેં કુતરા ને મારી નાખ્યો છે તો મારે ૧૦૦૦ રૂપિયા ની જરૂર છે “
* સમજાય એ લાઈક કરી ને શેર કરે