Gujarati Recipes – સુરતી ગ્રીન રવૈયા

Gujarati Recipes – સુરતી ગ્રીન રવૈયા

Gujarati Food, Gujarati Rasoi, Taste of Gujarat


સામગ્રી
કાપા કરેલા રવૈયા 8-10 નંગ
કોથમીર 50 gm 
ક્રશ કરેલા તુવેર અને વટાણાનાં દાણા 50 gm
ઝીણું સમારેલું લીલું લસણ 50 gm
સિંગ દાણાનો ભૂકો 50 gm
વાટેલા મરચા 2-3 ટી સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
ગરમ મસાલો 1/2 ટી સ્પૂન
ધાણાજીરું પાઉડર 2-3 ટે સ્પૂન
હળદર 1/2 ટે સ્પુન
ખાંડ 2-3 ટી સ્પૂન
આદુ ની પેસ્ટ 1/2 ટી સ્પૂન
તેલ 8-10 ટે સ્પૂન
તલ 8-10 ટે સ્પૂન
રાઈ 1/4 ટી સ્પૂન
હિંગ 1/4 ટી સ્પૂન
પાણી જરૂર મુજબ

રીત – સ્ટફિંગ માટે એક બાઉલમાં કોથમીર,ક્રશ કરેલા તુવેર અને વટાણાનાં દાણા,લીલું લસણ, સિંગદાણાનો ભૂકો, લીલા મરચાં, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, ખાંડ, આદુની પેસ્ટ અને તેલ નાંખી બરાબર મિક્સ કરી મિશ્રણ બનાવો. હવે કાપા કરેલા રવૈયા તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાંખો..રાઈ તતડે એટલે તેમાં હિંગ અને સ્ટફ કરેલા રવૈયા અને વધેલો મસાલો નાંખી ઢાંકીને વચ્ચે હલાવતા રહો. તેને 20-25 મિનીટ માટે ધીમા તાપે થવા દો. જરૂર લાગે તો થોડું પાણી નાખો અને થવા દો. તે થઇ જાય એટલે એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી પરાઠા કે પૂરી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Source: નોખી અનોખી રસોઈ 

Leave a Reply

error: Content is protected !!