છગન ડૂબતા ડૂબતા ભગવાન ને – Gujarati Jokes
છગન ડૂબી રહ્યો છે – Gujarati Jokes
છગન (વાણીયો) દરિયા માં ડૂબતો હતો :: એને ભગવાન ને પ્રાથના કરી કે “જો હું બચીસ તો ૧૦૦ માણસો ને ખીચડી ખવડાવીસ
ત્યાં જ એક મોજું આવ્યું ને છગન દરિયા ની બહાર પડ્યો , પડતા જ હાશ કરી ને બોલ્યો “બચી ગયો, હવે તો કઈ ખીચડી , કેવી ખીચડી “
તરત બીજું મોજું આવ્યું ને છગન પાછો દરિયા ની અંદર
છગન જોર જોર થી બુમો પાડવા માંડ્યો “એમ ની એમ નહિ, હું તો એમ પૂછતો હતો કે કઈ ખીચડી, વઘારેલી કે સાદી””