Mojemoj.com

Best Gujarati Blog

સચિન તેન્દુલકર વિશે જાણવા જેવી ૪૦ બાબતો

૧. સચિન સ્કુલમાં હતો ત્યારે લિજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટમાં આપ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે રમેલી પ્રથમ ટેસ્ટમાં સચિન આ પેડ પહેરી રમવા ઊતર્યાે હતો.

૨. સચિન જ્યારે પ્રેક્ટિસ કરતો હોય ત્યારે કોચ તેના સ્ટમ્પ ઉપર એક રૃપિયાનો સિક્કો રાખતા હતા, જે બોલર તેની વિકેટ લે તેને આ સિક્કો મળતો હતો. સચિન આઉટ ન થાય તો આ સિક્કો તેની પાસે રહેતો હતો. સચિન પાસે આવા ૧૩ સિક્કા છે.

૩. સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઊઠાવે છે.

૪. સચિનને પત્ની અંજલી અને બાળકો માટે ભોજન બનાવવાનો શોખ છે. ૧૯૯૮માં સચિને ભારતીય ટીમ માટે રીંગણનું ભરથંુ બનાવ્યું હતું.

૫. સચિન તેંડુલકર ૧૯૯૫માં નકલી દાઢી, મુછ અને ગોગલ્સ લગાવીને રોજા ફિલ્મ જોવા થિયેટરમાં ગયો હતો. જોકે ગોગલ્સ પડી જતાં સચિનની ઓળખાણ જાહેર થઈ ગઈ હતી, જેથી બધાં સચિનની એક ઝલક જોવા ભેગા થઈ ગયા હતા.

૬. સચિનના પિતાએ કિર્તી કોલેજમાં અભ્યાસ કર્યાે હોવાથી તેણે પણ ૧૯૯૨માં આ કોલેજમાં એડમિશન લીધું હતું.

૭. ડોન બ્રેડમેનના ૨૯ સદીના રેકોર્ડની બરાબરી કરવા બદલ સાત વખતના એફ વન ચેમ્પિયન માઇકલ શૂમાકરે સચિનને ફેરારી ભેટમાં આપી હતી.

૮. સચિનને સૌ પ્રથમ જોન મેકનરોથી આકર્ષાઈને ટેનિસમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી. જોકે બાદમાં સુનિલ ગાવસ્કરની બેટિંગ જોઈ ક્રિકેટમાં કારકિર્દી બનાવી હતી.

૯. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ ત્રણ-ચાર વખત જ ઘરે દિવાળી કરી છે.

૧૦. સચિનની બહેન કાશ્મીર પ્રવાસ દરમિયાન સચિન માટે એક બેટ લાવી હતી. આ બેટ સારું કહી શકાય તેવું નહોતું. જોકે સચિન માટે આ સોના સમાન હતું. સચિન માટે આ ખાસ યાદગાર ક્ષણ છે.

૧૧. સચિન બાળપણમાં ઊંઘતી વખતે પથારીમાં બેટ સાથે રાખી સુતો હતો.

૧૨. ઉમરાવજાન ફિલ્મનું ગીત ‘ઈન આંખો કી મસ્તી…’ સચિનનું ફેવરિટ ગીત છે.

૧૩. સચિને પોતાની પત્ની અંજલીને પ્રથમ વખત એરપોર્ટ ઉપર જોઈ હતી અને પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

૧૪. સચિને અંજલીને પ્રપોઝ કરવા માટે અંજલીના ક્લિનકના ઘણા ચક્કર કાપ્યા હતા.

૧૫. સચિનને એકસમયે પડોશી સાથે બોલાચાલી થઈ હતી. જોકે સચિને ચીઠ્ઠી લખીને માફી માગી હતી.

૧૬. સચિન પત્ની સામે પ્રથમ વખત બીએમડબલ્યુ કારની કિંમતને લઈને ખોટું બોલ્યો હતો.

૧૭. સચિન પાસે શરૃઆતમાં એક જ ક્રિકેટનો ડ્રેસ હતો. રોજ સાંજે આ ડ્રેસ ધોઇને બીજા દિવસે ક્રિકેટ રમવા જતો હતો.

૧૮. સચિન બેટિંગ અને બોલિંગ જમણા હાથથી કરે છે. જોકે તે લખવાનું કામ ડાબા હાથથી કરે છે.

૧૯. સચિનના મોટાભાઈ અજીત તેંડુલકરે તેને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યાે હતો.

૨૦. સચિન બાળપણમાં જોન મેકનરોથી આકર્ષાઈને લાંબા વાળ રાખતો હતો.

૨૧. ડોન બ્રેડમેનની ગ્રેટેસ્ટ ટીમમાં સામેલ થનાર સચિન એકમાત્ર ભારતીય છે.

૨૨. સચિન રમતો હોય ત્યારે તેની પત્ની અંજલી ખાવાનું ખાતી નથી.

૨૩. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી નોંધાવવાનો રેકોર્ડ સચિનના નામે છે.

૨૪. સચિનુું નામ સંગીતકાર સચિન દેવબર્મન નામ ઉપર રાખવામાં આવ્યું હતું.

૨૫. સચિનને કિશોરકુમારના ગીતો સાંભળવા ખૂબ ગમે છે, તે પ્રવાસ દરમિયાન કિશોકકુમારના ગીતો જ સાંભળતો હોય છે.

૨૬. મૈસુર સચિનનું મનપસંદ પ્રવાસ સ્થળ છે.

૨૭. સચિનને એક બહેન છે, જેનુ નામ સવિતઇ તેંડુલકર છે.

૨૮. સચિનને મુંબઈના પ્રખ્યાત વડાપાંવ ખૂબ જ પસંદ છે.

૨૯. નોનવેજમાં સચિનનું પ્રિય ભોજન સી ફૂડ છે.

૩૦. સચિનને ગણપતિ દાદા અને સાઇબાબામાં અખૂટ શ્રદ્ધા છે, જેથી સમય મળે ત્યારે અચુક સિદ્ધિવિનાયક મંદિરે દર્શને જાય છે.

૩૧. અમદાવાદમાં ગરમીના કારણે સચિન એકસમયે ફક્ત કેળાં ખાઇને દિવસ કાઢયો હતો.

૩૨. સચિને એક વખત કહ્યું હતું કે, મને ફાસ્ટ બોલર કરતા મારી પત્નીનો વધુ ડર લાગે છે.

૩૩. સચિને રેસ્ટોરન્ટના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. જોકે તેમાં તેને નિષ્ફળતા મળી હતી.

૩૪. સચિન ઘરે હોય ત્યારે લોંગ ડ્રાઇવ ઉપર પરિવાર સાથે નીકળી પડે છે.

૩૫. સચિન એકસમયે ફાસ્ટ બોલર બનવા એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં ડેનિસ લીલી પાસે ગયો હતો. જોકે તેની ઓછી હાઈટના કારણે લીલીએ તેને કાઢી મૂક્યો હતો.

૩૬. સચિન રમતો હોય ત્યારે તેનો ભાઇ અજીત તેંડુલકર મેચ જોવાનું ટાળે છે, તેના મતે હું મેચ જોઉ તો સચિન જલદી આઉટ થઈ જાય છે.

૩૭. સચિનની પત્ની અંજલી તેના કરતા ચાર વર્ષ મોટી છે. સચિન જ્યારે તેને પરણ્યો ત્યારે તેને ક્રિકેટનો ક પણ આવડતો નહોતો.

૩૮. સચિને ૧૪ વર્ષની ઉંમરમાં પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.

૩૯. વિદેશમાં સચિનનું ફેવરિટ સ્ટેડિયમ સિડનીનું છે.

૪૦. સચિનનો ફેવરિટ હિરો અમિતાભ બચ્ચન અને ફેવરિટ હિરોઇન માધુરી દીક્ષિત છે.

સૌજન્ય: સંદેશ પેપર 

Updated: April 24, 2013 — 6:31 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!