બર્થડે બોય સચિન તેન્દુલકર વિશે આ 20 વાતો ક્યારેય નહિ વાંચી હોય
૧. સચિન સ્કુલમાં હતો ત્યારે લિજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટમાં આપ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે રમેલી પ્રથમ ટેસ્ટમાં સચિન આ પેડ પહેરી રમવા ઊતર્યાે હતો.

૨. સચિન જ્યારે પ્રેક્ટિસ કરતો હોય ત્યારે કોચ તેના સ્ટમ્પ ઉપર એક રૃપિયાનો સિક્કો રાખતા હતા, જે બોલર તેની વિકેટ લે તેને આ સિક્કો મળતો હતો. સચિન આઉટ ન થાય તો આ સિક્કો તેની પાસે રહેતો હતો. સચિન પાસે આવા ૧૩ સિક્કા છે.
૩. સચિનને પત્ની અંજલી અને બાળકો માટે ભોજન બનાવવાનો શોખ છે. ૧૯૯૮માં સચિને ભારતીય ટીમ માટે રીંગણનું ભથ્થું બનાવ્યું હતું.
૪. સચિન તેંડુલકર ૧૯૯૫માં નકલી દાઢી, મુછ અને ગોગલ્સ લગાવીને રોજા ફિલ્મ જોવા થિયેટરમાં ગયો હતો. જોકે ગોગલ્સ પડી જતાં સચિનની ઓળખાણ જાહેર થઈ ગઈ હતી, જેથી બધાં સચિનની એક ઝલક જોવા ભેગા થઈ ગયા હતા.
૫. સચિનને સૌ પ્રથમ જોન મેકનરોથી આકર્ષાઈને ટેનિસમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી. જોકે બાદમાં સુનિલ ગાવસ્કરની બેટિંગ જોઈ ક્રિકેટમાં કારકિર્દી બનાવી હતી.
૬. સચિન બાળપણમાં ઊંઘતી વખતે પથારીમાં બેટ સાથે રાખી સુતો હતો.
૭. ઉમરાવજાન ફિલ્મનું ગીત ‘ઈન આંખો કી મસ્તી…’ સચિનનું ફેવરિટ ગીત છે.
૮. સચિને પોતાની પત્ની અંજલીને પ્રથમ વખત એરપોર્ટ ઉપર જોઈ હતી અને પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.
૯. સચિન પાસે શરૃઆતમાં એક જ ક્રિકેટનો ડ્રેસ હતો. રોજ સાંજે આ ડ્રેસ ધોઇને બીજા દિવસે ક્રિકેટ રમવા જતો હતો.
૧૦. સચિન બેટિંગ અને બોલિંગ જમણા હાથથી કરે છે. જોકે તે લખવાનું કામ ડાબા હાથથી કરે છે.
૧૧. સચિન રમતો હોય ત્યારે તેની પત્ની અંજલી ખાવાનું ખાતી નથી.
૧૨. સચિનને મુંબઈના પ્રખ્યાત વડાપાંવ ખૂબ જ પસંદ છે.
૧૩. નોનવેજમાં સચિનનું પ્રિય ભોજન સી ફૂડ છે.
૧૪. સચિનને ગણપતિ દાદા અને સાઇબાબામાં અખૂટ શ્રદ્ધા છે, જેથી સમય મળે ત્યારે અચુક સિદ્ધિવિનાયક મંદિરે દર્શને જાય છે.
૧૫. અમદાવાદમાં ગરમીના કારણે સચિન એકસમયે ફક્ત કેળાં ખાઇને દિવસ કાઢયો હતો.
૧૬. સચિનની પત્ની અંજલી તેના કરતા ચાર વર્ષ મોટી છે. સચિન જ્યારે તેને પરણ્યો ત્યારે તેને ક્રિકેટનો ક પણ આવડતો નહોતો.
૧૭. સચિને ૧૪ વર્ષની ઉંમરમાં પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.
૧૮. વિદેશમાં સચિનનું ફેવરિટ સ્ટેડિયમ સિડનીનું છે.
૧૯. સચિનનો ફેવરિટ હિરો અમિતાભ બચ્ચન અને ફેવરિટ હિરોઇન માધુરી દીક્ષિત છે.
૨૦. સચિન તેંદુલકર નો જન્મ દિવસ ૨૪ એપ્રિલ એટલે કે આજે છે.
તો આજે સચિન તેંદુલકર ની આ પોસ્ટ જરૂર શેર કરજો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.