ગુજરાતી અને સરદારજી ની સ્કુટર સવારી – ગુજરાતી જોક્સ – Gujarati Jokes
એક વખત એક ગુજરાતી એ પંજાબ માં એક સરદાર પાસે બાઈક પર લીફ્ટ માંગી
સરદાર તો ઉડમ ઉડ ચલાવતો ચલાવતો જતો હતો
આગળ સિગ્નલ આવ્યું તો ય સરદારે બાઈક ધીરુ ના કર્યું
ગુજરાતી ના શ્વાસ અધ્ધર ચડ્યા
સરદારે ફૂલે ફૂલ માં રેડ સિગ્નલ હતું તો પણ બાઈક હંકારી મુક્યું
ગુજરાત હાંફતો હાંફતો કહે: પાજી, તમે આ રેડ સિગ્નલ માં તો બાઈક ઉભુ રાખો …
સરદાર: અમે સરદાર છીએ… એમ રેડ સિગ્નલ પર ઉભા ના રહીએ
થોડે આગળ ગયા, ફરી રેડ સિગ્નલ હતું….
ગુજ્જુભાઈ ના શ્વાસ ફરી ઉપર… અને સરદારે સ્પીડ ડબલ કરી…. અને રેડ સિગ્નલ ક્રોસ કર્યું…
ગુજરાતી: અરે પાજી… હાઉ કરો… ઉભી ના રાખો તો કઈ નહી, ધીરી તો પાડો
સરદાર: ઓયે.. એમાં શું ધીરુ પાડવાનું… મોજ કર પાપે…
થોડે આગળ ગયા, ત્યાં લકીલી ગ્રીન સિગ્નલ હતુ. ગુજરાતી ભાઈ ને શાંતી થઇ
ત્યાં જ સરદારે સમ્મ કરતી બ્રેક લગાવી અને ટાયર ઘંસાઈ ગયા અને બાઈક ઉભું રહી ગયુ
ગુજરાતી ઉલળી ને હેઠો પડ્યો, માંડ માંડ ઉભો થયો અને અકળાઈ ને સરદાર ને કહે
પાજી.. શું યાર, આ તો ગ્રીન સિગ્નલ હતું !!
સરદાર: ઓયે કાકે.. આપણું ગ્રીન છે પણ બીજી બાજુથી રેડ માં બીજા સરદાર આવતા હોઈ તો બિચારા અથડાઈ જાય ને ??