ફાંદ, વજન ઘટાડવાની બેસ્ટ ટીપ્સ – Reduce Weight tips

પ્રેક્ટિકલ હેલ્થ ટિપ્સ….


આ કમર અને ફાંદાનો સંબંધ પણ નરનારી જેવો અને ચોલી દામન જેવો છે. એકમાં મેદ વધે એટલે ભેદી રોતે બીજામાં પણ આ વધતો જતો મેદ ભળે.

હું આમ તો હજી શેઇપમાં જ છું, પણ છેલ્લા 7-8 મહિનાથી કસરત અને દોરડાં કુદવાનું સાવ, ઠામૂકું મૂકાય ગયું છે, જે હમણાં પાછલાં 3 દિવસથી પાછું ચાલુ કરેલ છે. સવાર-સવારમાં વોકિંગ દ્વારા વોર્મિંગ અપ કરતાં મને જે વિચાર લાધ્યા એ મને ગમ્યા, તો હવે એનો ગુલાલ કરું છું.

1. સૌ પ્રથમ એ સત્ય જાણી લો કે, કમર અને પેટ (ફાંદો) ઉપર મેદ, શરીરમાં સૌ પ્રથમ વધે છે અને સૌથી છેલ્લે ઘટે છે – એટલે અખુટ ધીરજ પ્રાથમિક આવશ્યકતા છે. મેદના જથ્થાના પ્રમાણ મુજબ, દેખીતો ફેરફાર શક્ય થતાં લાંબો સમય પણ લાગી શકે… પણ, ઘટશે જરૂર… બસ થાક્યા વગર મંડી પડો.

2. જે કોઇને વજન ઘટાડવું છે, પેટ અને કમર પરની ચરબી ઓછી કરવી છે – એમણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સાંજે જમીને પછી ક્યારેય વોકિંગ ન કરવું. નહીં તો ચરબી ઘટવાને બદલે – વધી જશે. !!! એટલે રોજ સવારે સાવ ખાલી પેટે સખત કસરત કરશો તો ઝડપથી ચરબી ઘટશે. કેમ કે, શરીર એને જોઇતી કેલરી આ એકસ્ટ્રા ફેટમાંથી લેવા માંડશે.

3. જો વજન વધારવું હોય તો જમ્યા પછી વોકિંગ અને હળવી કસરત કરો અને જો વજન ઘટાડવું હોય તો ખાલી પેટ સખત કસરત કરો.

4. કોઇ દવા, પાવડર કે ટેબ્લેટ ક્યારેય પ્રાકૃતિક રીતે વજન ઘટાડી શક્તી નથી. એટલે એવી દવાઓને માત્ર, એ તમારી નટખટ સાળી કે છેલબટાઉ દીયર (ડીયર!!) હોય એમ માની એને ‘ફીલ ગુડ ફેક્ટર’ સમજવા… !!!

5. કુદરતી રીતે વધલું વજન, કુદરતી રીતે જ ઉતરે – એ વધારે સલાહ ભરેલું છે.

તો હવે સ્પોર્ટ શુઝની દોરીને ટાઇટ બાંધો, મોજાને ઉપર ખેંચો અને નિકરનાં લાસ્ટિકને કમર પર ‘ટપ્પ’ અને ‘પટ્ટ’ વગાડી, મંડી પડો !!! વંડી ઠેકવાના દિવસો હજી પુરા નથી થયાં !!! – દોસ્તાર વાઇલ્ડ (ઇલીયાસ શેખ)

અમુક  વજન ઉતારવા માટે ઉપયોગી પુસ્તકો ની યાદી જોવા અહીં ક્લિક કરો 

Leave a Reply

error: Content is protected !!