Mojemoj.com

Best Gujarati Blog

પિતા – પપ્પા – ડેડી : વીશ યુ હેપ્પી ફાધર્સ ડે

પિતા… (પપ્પા, ડેડી, Father, अब्बु)

ભગવાન પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’

આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી.

પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે!!

’મિત્રો, ‘ફાધર, પિતા કે બાપ’ પોતાના સંતાનો માટે જે કરે છે તેને માતા જેટલો દરજ્જો નથી અપાયો. ફાધર ગ્રાન્ડ ફાધર બનીનેપણ તેના વાત્સલ્ય અને ફરજોનું એકસ્ટેન્શન કરતા જ રહે છે. પપ્પાએ નાનો પ્રવાસ પણ ન કર્યો હોય તેવું બને છે. પણ તેનાં સંતાનો હનીમૂન કરવા યુરોપ જાય તો બગીચામાં મિત્ર વર્તુળ વચ્ચે ગૌરવ અનુભવે છે અને કોલર ઊંચો ચડાવી ને આ બાબતે વાતો પણ કરે છે.

સંતાનો માટે માતાના ઉજાગરાની જેટલી નોંધ સાહિત્યકારોએ લીધી છે તેટલી પિતાના અંધારી રાત્રિમાં સતત બદલાતા રહેતા પથારી પરના પડખા પર કોઈની નજર નથી પડી.દોસ્તો, આ છત્રછાયા જીવનને એક રાહત આપે છે, હુંફ આપે છે, એક વેગઆપે છે, એક દિશા આપે છે. આ છત્રછાયા જેની પાસે નથી એને જ ખબર છે કે એની પાસે શું નથી….” કારણ કે પપ્પા એ પપ્પા છે”

પિતા – પપ્પા – ડેડી વિષે વધારે વાતો વાંચવા અહીં ક્લિક કરો

સોર્સ: ફેસબુક

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!