સેલ્ફી લેતા વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
૧) મોબાઈલ નો કેમેરો ઉપર ની બાજુએ હોય છે, સ્ક્રીન સામે પોતે કેવા દેખાવ છો એ જોવામાં રહેશો તો ફોટામાં આંખો વાંકી આવશે અને ફોટો માં ફાંગા દેખાવાની સંભાવનાઓ વધી જશે
૨) સેલ્ફી હંમેશા જાતે જ લેવો, નહી તો એને સેલ્ફી તરીકે નહી ગણવામાં આવે
૩) સેલ્ફી સ્ટીક નો ઉપયોગ કરવો એટલે સેલ્ફી લેવા મોબાઈલ કોઈ મિત્ર ને આપવો જેવું ગણાશે
૪) સેલ્ફીમાં કેટલા લોકો નો સમાવેશ થશે એ સ્લેફી લેનાર ના હાથની લંબાઈ, મોબાઈલ કેમેરા ની કેપેસીટી અને બધા મિત્રો એક બીજા વચ્ચે નાં અંતર પરથી નક્કી થશે
૫) સેલ્ફી લઈને તરત ફેસબુક કે વોટ્સએપ માં મુકવાથી ૧-૨ મિત્રો (કે જે સેલ્ફી માં સરખા દેખાતા નથી) ગુસ્સે થવાની વકી છે.
૬) સેલ્ફી લેતા પહેલા મોબાઈલ નો ઇન્શ્યોરન્સ બરોબર ચેક કરાવવો કેમકે જેટલો સારો સેલ્ફી લેવાની કોશિશ કરશો એટલે મોબાઈલ હાથ માંથી પડી જવાની સંભાવનાઓ વધારે થઇ જશે
૭) એકલાનો સેલ્ફી લેતા વખતે વધુ ભાર માં રહેવું નહી
૮) બાળકો સાથે સેલ્ફી લેતી વખતે બાળક ની સાથે સાથે તમારા પણ નાક, કાન, જીભ, આંખ આડા અવળા કરીને સેલ્ફી લેવાથી તમે બાળક જેવા ક્યુટ નહી લાગો એ ભૂલશો નહી
ધમભા પોતે |
૯) પગ નો ઉપયોગ કરીને લીધેલ સેલ્ફી ને ‘સેલ્ફી વ્હાઈલ યોગા’ તરીકે ગણી શકાશે પણ આવા સેલ્ફી લેતી વખતે થયેલ મોબાઈલ નું નુકશાન બાબા રામદેવ નહી ભારે જે યાદ રાખવું
૧૦) સેલ્ફી લેતા વખતે સેલ્ફ નું જ મોઢું સરખું નહી દેખાય તો એ ફોટો સેલ્ફી નહી કહેવાય
લિખિતંગ: ધમભા સેલ્ફી વાળા