પત્નીને ચાર બંગડી વાળી ગાડી નહિ તો ચાર લાખ વાળી રીંગ તો લઇ જ દેવાય
લગ્ન ના પંદર વર્ષ વટાવી ચુકેલા પતીપત્ની લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. અતી ભાવાવેશમા આવી પતી એ સ્કુટર તનીષ્કના શોરુમ મા વાળી લીધુ!! શોરુમ જોઇ ને જ પત્ની ધન્ય ધન્ય થઇ ગઇ!
બંને અંદર સેલ્સમેન પાસે ગયા.
“હલ્લો અમારે સારા વાળી રીંગ જોવી છે!”
“જી સાહેબ જરુર, જુઓ આ પ્યોર ગોલ્ડ ની, રેન્જ લગભગ પચીસ થી ત્રીસ હજાર માં રહેશે.”
” ના,ના અમારે સસ્તી રેન્જ મા નથી જવુ”
પતીએ કહ્યુ!
સેલ્સમેન ઉત્સાહમાં આવી ગયો.
“બીલ્કુલ સાહેબ, મેડમ ને સસ્તી રેન્જ શોભશે પણ નહી.આ જુઓ,હીરા જડીત પ્લેટીનમ રીંગ,દશ વર્ષે પણ પાછી આપશો પૈસા પરત મળશે.”
“ઓકે, ડાર્લીગ આ ચાર લાખ વાળી રીંગ તને ગમે છે? મારી પસંદ ની તુ આજે ના ન પાડતી!”
પત્ની ના ગળે ડુમો બાજી ગયો.ખાલી ડોક હલાવી પોતાની સંમતી જણાવી દીધી!!
“હા,તો મી. સેલ્સમેન, આ રીંગ ફાઇનલ,પેક કરી આપો, ચેક ક્યા નામનો લખુ?”
“સાહેબ જો ચેક પેમેન્ટ કરતા હો તો, ડીલીવરી આવતા શનીવારે અઠવાડીયા પછી.ચેક કલીયર થયે આપવા મા આવે છે.”
“ઓકે નો પ઼ોબ્લેમ! જાનુ આવતા શનીવારે ઓફીસે થી આવતા હુ આ લેતો આવીશ. થેન્કસ .આ લો ચેક!”
અઠવાડીયા પછી તનીષ્કના કાઉન્ટર પર.
“સાહેબ આપના એકાઉન્ટમા બેલેન્સ નથી અને આપે ચેક આપી દિધો? એકસો સીતેર રુપીયા બાઉન્સ ચાર્જ આપે આપવાનો રહેશે!”
“કંઇ વાંધો નહી,લે એકસો સીત્તેર રુપીયા! અઠવાડીયુ આખુ મોજમાં ગયુ”
સોર્સ: ફેસબુક