Mojemoj.com

Best Gujarati Blog

સફેદ વાળને પણ કુદરતી કાળા કરી શકાય છે.. વાંચો અસરકારક ટીપ્સ

રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે સફેદ વાળની સમસ્યા. વર્તમાન સમયમાં 18-19 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે. વારંવાર વાળમાં હેર કલર કરવામાં આવે તો વાળને નુકસાન પણ થાય છે. ધીરેધીરે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે.

સફેદ વાળની સમસ્યા તમને પણ સતાવતી હોય અને તમારા વાળના હાલ પણ અનેક ઉપાયોના પ્રયોગના કારણે બેહાલ થઈ ગયા હોય તો આ શરૂ કરો આ ઘરગથ્થુ હેર પેકનો ઉપયોગ. આ હેર પેક નિયમિત લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે. અહીં દર્શાવેલા હેર પેકમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી મુક્ત થઈ જાઓ સફેદ વાળની ચિંતામાંથી.

– આમળાનો રસ વાળમાં લગાવવો. જો રસ મળી શકે તેમ ન હોય તો આમળાનો પાવડર લાવવો અને તેમાં દહીં ઉમેરી અને વાળમાં લગાવવું. આ હેર પેકને 30 મિનિટ માટે વાળમાં રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.

– નાળિયેરના તેલમાં અશ્વગંધા અને ભૃંગરાજનો પાવડર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો. 1 કલાક પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ લેવા. આ હેર પેક વાળ કાળા તો કરશે જ સાથે રૂક્ષ વાળને પણ સુવાંળા બનાવી દેશે.

– ચણાના લોટમાં દહીં મીક્ષ કરી અને વાળમાં લગાવવું, આ પેક થોડા જ દિવસોમાં સફેદ વાળને પણ કાળા કરી દેશે.

– ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.

– જાસૂદના ફુલની પેસ્ટ બનાવો તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા.

સોર્સ: સંદેશ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!