Mojemoj.com

Best Gujarati Blog

કોઈ કોચિંગ વગર દેશની સૌથી યંગ IAS બની સ્વાતી

શ્રીગંગાનગર(રાજસ્થાન) રેલ્વેમાં ટીટીઈ તરીકે ફરજ બજાવતા ઇન્દ્રરાજ નોખવાલની પુત્રી સ્વાતી એ  નોખવાલે જનરલ કેટેગરીમાં 765મો રેન્ક મેળવ્યો હતો. સ્વાતિના  માતા શકુંતલા વર્મા સરકારી સ્કૂલમાં ટીચર છે. સ્વાતિ માતા-પિતાને જ સફળતાનો શ્રેય આપે છે.

સ્વાતિએ પ્રાપ્ત કરેલ આ સિદ્ધિમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સ્વાતિએ કોઈપણ પ્રકારનું કોચિંગ મેળવ્યા વગર અને પ્રથમ પ્રયાસમાં જ આટલી અદ્ભુત સફળતા મેળવી છે.
એક ઈન્ટરવ્યું માં સ્વાતિએ જણાવ્યું કે, તેણે દિલ્હી યુનિ.ના દોલતરામ કોલેજથી 2015માં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું, જ્યાં તેને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. તે પછી જ સ્વાતિએ આઈએએસ બનવા તૈયારીઓ શરુ કરી દીધી.

સ્વાતિએ પહેલા 6-7 કલાક અભ્યાસ શરુ કર્યો, પ્રી-એક્ઝામમાં પાસ થયા બાદ 8-10 કલાક અને મેનમાં 10-12 કલાક અભ્યાસ કર્યો હતો. સ્વાતિએ જણાવ્યું કે, તેણે જ્યારે આઈએએસ માટે ફોર્મ ભર્યું ત્યારે દેશના 3000 હજાર સ્ટુડન્ટ્સમાં તેની ઉમર સૌથી ઓછી હતી.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!