મૌત સુધી પહોંચ્યા બાદલ બન્યો કરોડપતિ – વાંચવા જેવી ઘટના

કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે. અમે તમને કોઈ વાર્તા નથી સંભળાવી રહ્યાં, પરતું આવી જ એક ઘટના 62 વર્ષના ભારતીય સાથે થઈ હતી. ગત સપ્તાહમાં દુબઈના એરપોર્ટ પર અમીરાત એરલાઈન્સના વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. જેમાં 62 વર્ષના એક ભારતીય પણ સામેલ હતા. પરતું આ ઘટનાના 6 દિવસ પછી આ વ્યક્તિનું નસીબ બદલાઈ ગયું.
કેરળના વ્યક્તિનું મોહમ્મદ બશીર અબ્દુલ થોડા દિવસો પહેલા ત્રિવેન્દ્રમથી દુબઈ જઈ રહ્યા હતા. એમની સાથે વિમાનમાં લગભગ 300થી વધુ લોકો સામેલ હતા. જેમાં લગભગ 226 ભારતીયો હતા. અમીરાત એરલાઈન્સની ફલાઈટ ઈ કે 521 દુબઈ એરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ હતી. નશીબ જોગે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો
ઈદ ની રજાઓ માણવા બશીર ઇન્ડિયા આવ્યો હતો અને જયારે ઇન્ડિયા આવે ત્યારે એ એરપોર્ટ થી એક લોટરી ની ટીકીટ ખરીદતો.. ગત સપ્તાહે પણ મોતના મુખમાંથી બહાર આવેલા અબ્દુલ બશીરે દુબઈમાં ઈદના દિવસે એક લોટરીની ટિકિટ ખરીદી હતી. આ બશીર ની ૧૭ મી લોટરી ની ટીકીટ હતી. જો કે દુબઈ એરપોર્ટ પર લોટરી ની ટીકીટ પણ ખુબ મોંઘી હોય છે, એટલે ૧૭ વખત માં બશીરે પોતાની બચત માંથી ઘણા પૈસા લોટરી પાછળ બગડ્યા હશે.
બશીરનો હાલ ૨૧ વર્ષ નો પુત્ર કે જે ૧૩ વરસનો હતો ત્યારે અકસ્માત માં અપંગ બની ગયો હતો. બશીર છેલ્લા ઘણા સમયથી તેના પુત્રના ઈલાજ માટે પૈસા જમા કરતો હતો. અને એટલે જ દુબઈ નોકરી કરતો હતો.
નશીબ જ કહેવાય ને કે ૧૭ મી લોટરીની ટીકીટ માં બશીર ૧ મીલીયન ડોલર એટલે કે અંદાજે ૬.૭ કરોડ રૂપિયા જીત્યો હતો.
અને અધૂરામાં પૂરું… લોટરી લાગી એની કીમત મળી અને થોડા દિવસોમાં ઈમારાતની ફ્લાઈટ ક્રેશ થયેલી એટલે બધા પેસેન્જર ને લાખો રૂપિયા ભથ્થું મળેલું એ પણ મળ્યું 🙂
નશીબ ના બળીયા