Mojemoj.com

Best Gujarati Blog

એકવા યોગા – આવતી કાલે રાજકોટમાં થનાર એક અદ્ભુત પ્રયોગ વિષે જાણો

કોઈ યોગ વિશે વાત કરે તો આપણને તરત જ એક આસન પર બેસી ને યોગ કરતા યોગી જ આંખ સામે આવે! કે પછી મોટા પંડાલોમા થતી સામુહીક યોગ શિબિરો! હવે એ સંકુચીતતામાથી બહાર આવવાનો સમય થઈ ગયો છે.

યોગ અનેક રીતે કરી શકાય છે, ઘરમાં હોવ તો ઘરના ઘણા કામ એવા છે જે યોગાસન માં થઈ કે જેમ કે કપડાંની ઘડી કરવા કે શાક સમારવા વજ્રાસનમાં બેસી શકાય, પોતા મારતી વખતે મલાસન પણ થતા જાય, દરવાજો ખોલવા જાવ ત્યારે લંજ એટલે કે અંજનયાસન કરતા જાવ વગેરે વગેરે
એવી જ રીતે ઓફીસ કે વર્કપ્લેસ પર પણ કરી શકાય!

આ તો થઈ ઘર અને ઓફીસની વાત પણ ઘણા એવા પણ છે જે એકાદ કલાક અલગથી કોઈપણ હોબી કે કસરત માટે કાઢી લે છે, પણ એમન એ મુંજવણ હોય કે શું કરુ..ધારો કે કોઈ સ્વીમીંગ જોઈને કરે છે પણ એમને યોગ પણ કરવા છે તો?..

તો હવે એમણે મુંજાવાની જરુર નથી કેમકે પાણીમાં તરતા તરતા યોગ પણ કરી શકાય છે,જે અમે કરી રહ્યા છીએ!

“એક્વા યોગા”
૨૧જુન ૨૦૧૭ વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્વા યાગાનુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, જેમાં પાણીની અંદર યોગ કરાવવામા આવશે. આ ફક્ત મહિલાઓ માટે નું આયોજન છે જેમાં ૪ અલગ અલગ સ્વિમિંગ પુલમાં ૭૯૨ મહિલાઓ એકસાથે, એક સમયે યોગ કરશે જે રેકોર્ડ બ્રેક સંખ્યા છે. જેની નોંધ લગભગ દરેક મીડીયામાં લેવાઈ ચૂકી છે અને ૨૧મી એે લાઈવ ટેલીકાસ્ટ તેમજ સમગ્ર કાર્યક્રમ નું વિડીયો રેકોર્ડીંગ પણ થશે. અને સ્થળ પર એ જોવા માટે ફક્ત મહિલાઓને પ્રવેશ છે આ યોગ યજ્ઞમાં ભાગ લેનાર દરેક મહિલા (જેમાં ૬ વર્ષથી લઈ ૮૨ વર્ષ ની ઉંમરની લેડીઝ છે) ને કોસ્ચ્યુમ, કેપ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

પાણીમાં યોગ કરવાના ફાયદા શું?..
કોઈપણ ઊમરના લોકો કરી શકે. તરતા ન ફાવે એ છીછરા પાણીમાં પણ કરી શકે, સાંધાાના દુખાવા વાળા આરામથી કરી શકે, કેમકે પાણીમાં ગ્રેવીટી ફોર્સ ઘટી જવાથી મહેનત ઓછી લાગે. દરેક મુવમેન્ટ જે બહાર નથી થઈ શકતી તે પાણીની અંદર આસાનીથી થાય છે. સ્થિરતા આવે, એકાગ્રતા વધે, શરીરમાં પાણી તત્વનો ભાગ ૬૦% જેટલો હોય છે. પાણી મા યોગ કરવાથી વધુ સારી રીતે શુદ્ધીકરણ થાય છે તેમજ શારીરિક ક્ષમતા મા વધારો થાય છે.

યોગ કોઈપણ રીતે કરો ફાયદાકારક છે.

હું આરતી માંડલીયા ખુદને ભાગ્યશાળી માનું છું કે મને એક્વા યોગા શીખવવાનો મોકો મળ્યો છે. રેસકોર્સમાં આવેલ સ્વીમીંગ પુલ પર ૨૧૦ જેટલી મહિલાઓ ૧૫ દિવસથી મારા અંડરમા ટ્રેનીંગ લઈ રહી છે. એમ ચારેય પુલ પર થઈને ટોટલ ૭૯૨ ફીમેલ્સ ૨૧મી જુન સવારે ૭:૩૦ થી ૮:૩૦ દેશ અને દુનિયામાં છવાશે એક્વા યોગા કરી ને.

જય હિન્દ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!