Mojemoj.com

Best Gujarati Blog

બગદાણા ના બજરંગ દાસ બાપા વિષે સાંભળ્યું જ હશે – આ પણ વાંચવા જેવું

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી હતું. મુળથીએ રામાનંદી સાધુ અંને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરી્યા હનુમાન દાદા મંદિરમાં ગામ અધેવાડા માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ. ત્યાં ના ગામ લોકો ની માન્યતા એવી હતી કે ભકિતરામ (બાપા બજરંગદાસ) એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે.

સંત શ્રી બાપા બજરંગદાસ અને બગદાણા(તાલુકો-મહુવા, જિલ્લા-ભાવનગર) ગામ એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગામ માં જોવા અચૂક મળશે.

ભકિતરામ (બાપા બજરંગદાસ) ને ૧૧ વર્ષની નાની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, બાળપણ થી દુખી અને ગરીબ લોકો ને જોઈ ને તેમનું મન પીગળી ઉઠતું અને તે સાચા ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી બાપુ સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા,જપ, તપ અને સાધના નું ભાથું બાંધવાની સલાહ આપી.

બાપા ના પરચા અનેક છે, તેમાં થી વાત કરીએ તો એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળા ના સમય માં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજી ની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી.બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદ માં બાપા એ એક બાળક ને તેના ઘર ની અગાસી પર થી નીચે પડી ગયેલ અને બાપા એ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલ માં થી પસાર થતા હતા ત્યારે સિંહો નું ટોળું રસ્તા માં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો.

બાપા સીતારામ…
જય બજરંગદાસ બાપા..

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!