લોકપ્રિય ભજનીક નારાયણ સ્વામી – એમના જીવનમાં એક ડોકિયું

નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓના ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. જેમાં તેઓ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલ ભજનો સંભળાવીને બધા લોકોને મંત્રમુગ્ધ કરતા હતાં.

નારાયણ સ્વામીએ સંસારમાંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલા શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં. તેમની સાથે વેરાવળ (શાપર)ના મુળુભા (બચુભાઈ) તેમજ અન્ય સાથીદારોએ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલા આશ્રમમાં રહેતા હતાં. તેમનો આશ્રમ ગુજરાતના કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બીમાર તથા અશક્ત ગાયની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલી છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલું છે.

બાપુના પૂર્વાશ્રમને યાદ ન કરવાનો એક દાખલો ટાંકું જે મને ખુદ હિતેષભાઇના મુખેથી સાંભળવા મળ્યોછે. ફકીરી લેવા માટે પહેલાં ત્રણ વર્ષ માટે કાળી કફની કે કામળી-જે હોય તે-પહેરવી પડે ત્યાર બાદ ભગવા વસ્ત્રો ધારણ કરી શકાય આવો કંઈક નિયમ છે જેની મને ખબર નથી. એ વખતે જ્યારે બાપુએ કાળી કફની પહેરેલી ત્યારે તેમના એક પરમ સ્નેહી જે બાપુના પુરા પરીવાર સાથે સારો નાતો અને સ્નેહ ધરાવતા તેવા મુંબઈ વસતા ડો.ગણાત્રા મુંબઈમાં બાપુને મળ્યા ત્યારે બાપુને તેમનો પરીવાર હજુ કમાવા માટે સક્ષમ ન હોઈને કે સારા રાહબર પણ ન હોઈને હમણાં સંસાર ન છોડવા સલાહ આપવા લાગ્યા. બાપુએ આ બાબત વાત ન કરવા વિનંતિ કરી પણ લાગણીવાળો માણસ ભાવ સભર બાપુને સમજાવતા રહ્યા, અનેક ઉપાયો છતાં બાપુ ટસ ના મસ ન થયા ત્યારે આ મહાનુભાવે સ્નેહ વશ બાપુને કહ્યું કે જો આપ આપના પરિવારનો ખ્યાલ કરીને સન્યાસી બનવાનો ખ્યાલ છોડીદો તો આજે આપણે જે બંગલામાં રહ્યા તે અને અત્યારે જે ગાડીમાં બેઠાં છીંએ તે આપને સદા માટે અર્પણ કરી દંવ.

બાપુ તો જાણે ખુશ ખુશાલ થઈ ગયા, હસતાં હસતાં ગાડી રોકાવી, ગણાત્રા સાહેબને ખૂબજ ધન્યવાદ કહીને ગાડીમાંથી ઊતરતા કહ્યું કે સાહેબ આપના પ્રેમ બદલ હું જે કંઈ કહું તે પૂરતું નહીં હોય, પણ હવે પછી મને સંન્યાસ છોડવા ક્યારેય ન કહેજો નહીંતો આપણો સંબંધ પૂરો થઈ જશે. મારે ગાડી કે બંગલો જોઇતો હોત તો બીજા અનેક રસ્તા હતા, પણ “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे” જેવો જવાબ આપીને ચાલતી પકડી.

સોર્સ: ગુજરાતી વીકીપીડીયા અને વેબ

Leave a Reply

error: Content is protected !!