અચૂક વાંચવા જેવા ચાણક્યના નીતિશાસ્ત્રના સુત્રો

chanakya-nitisutro-min

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો, જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે.

માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે.

તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.
==================================================

  1. ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
  2. જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
  3. કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
  4. જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
  5. નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.
  6. મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
  7. મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.
  8. જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
  9. ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.
  10. મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
  11. દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.
  12. વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
  13. પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.
  14. જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
  15. જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.
  16. જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.
    આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
    જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.
  17. સોનાની ચાર કસોટી છે – ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. – સજ્જનતા, ગુણ, આચાર, વ્યવહાર.
  18. સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
  19. શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે.
  20. જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.
  21. સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.
  22. આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.
  23. મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.
  24. સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.
  25. વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.
  26. જે બીજાના ભેદ પ્રગટ કરે છે, તે નષ્ટ થઈ જાય છે.
  27. જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.
  28. આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.
  29. જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.
  30. જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.
  31. સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.
  32. વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
  33. મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે – ઊંચા આસનથી નહીં.
  34. પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !

ચાણક્ય અને એમના નીતિ સુત્રો પર ઘણા પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ગુજરાતી પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો. ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા વોટ્સએપ કરો 7405479678

One thought on “અચૂક વાંચવા જેવા ચાણક્યના નીતિશાસ્ત્રના સુત્રો

Leave a Reply

error: Content is protected !!