શું તમે તમારા પતિને ઓળખો છો? – દરેક પત્ની ખાસ વાંચે

દરેક કપલે વાંચવું…ખાસ પત્નીઓએ !!

શુ કરો છો,જમી લીધું?
હા જમ્યો ને !!! થોડો કામમાં છું
પછી વાત કરું ???

ઓકે પણ આજે એક સવાલ નો જવાબ
લેતા આવજો કે મારા માટે તમારો પ્રેમ
કેવો???

ચલ મુકુ હવે પછી વાત…..
ઓફિસ માં બેઠા બેઠા….
મારો પ્રેમ તો સમજવો મુશ્કેલ છે કેમકે
આઈ લવ યુ કઉ એવો પ્રેમ મારો નથી…
તને ઓલા દિવસે હોસ્પિટલ લઈ ગયેલો અને
પાછા આવતા સ્ટેશન ઉપર
જગ્યા ખાલી હોવા છતા હું નતો બેઠો અને
તારી આગળ ઉભો હતો કેમકે તારા ઉપર
તડકો ના આવે આ જ તો છે મારો પ્રેમ…

તુ જમવાનું બનાવે અને ક્યારેક મીઠુ
નાખવાનું ભુલી જાય છતાં પણ તને કાંઈ
કહ્યા વગર ખાઈ લઉ આ જ તો છે
મારો પ્રેમ…

મને સોફ્ટી આઈસક્રીમ ના ભાવે પણ પીક્ચર
જોવા જઈએ એટલે તને સોફ્ટી ખાતા જોવુ
ગમે અને તીરછી નજરે તને જોવુ આ જ તો છે
મારો પ્રેમ….

કોઈ પણ કારણ વગર સાંજે ઘરે આવતા બે
ફાઈવસ્ટાર તારા માટે લાઉ અને
એમાથી એક આખી અને બીજી પોણા ભાગ
ની તુ ખઈ જાય અને હું
નાના ટુકડા માં સંતોષ માનુ આ જ તો છે
મારો પ્રેમ…

હું બારમી પાસ અને તુ એમ કોમ છતા પણ તને
ઠોઠ કહીને ચીડાવુ આ જ તો છે મારો પ્રેમ…
હું સાંજે થાકી ને ઘરે આવુ અને તરસ
લાગી હોય અને તુ
ટીવી જોતા જોતા પાણી આપવા ના ઉઠે
એટલે તને ના પાડુ કે નથી જોઈતુ આ જ તો છે
મારો પ્રેમ….

હું તને કાંઈ પણ કહુ કે કાંઈ પણ મજાક કરું પણ
કોઈ ને તારા વિશે બોલવા ના દઉ આ જ
તો છે મારો પ્રેમ…
જમતી વખતે ભુખ હોવા છતા ઓછું જમુ અને
તનેજમવાનું પતાવા ફોર્સ કરું આ જ તો છે
મારો પ્રેમ…

આમ બહુ ફોન ના કરું પણ તારો મીસ્ડ કોલ
જોતા તરત કોલ બેક થઈ જાય આ જ તો છે
મારો પ્રેમ……

મારે એકલાએ જવાનું હોય તો ગમે
તેમ જતો રહું પણ તુ સાથે હોય અને તને
તકલીફના પડે એટલે એસી ની ટીકીટ જ બુક કરાવું
આ જ તો છે મારો પ્રેમ…

આવા તો અનેક પ્રસંગો છે પણ તને
ક્યારે પણ કઉ નહી બસ સતત અનુભવતો જઉ
આ જ તો છે મારો પ્રેમ…..

આઈ લવ યુ કોઈ દિવસ કહેતો નથી છતા પણ
તને ગમે એટલે આજે જાહેર માં કહી દઉ “આઈ
લવ યુ ” આ જ તો છે મારો પ્રેમ…..

સાભાર : પ્રતિકભાઈ શાહ (મુંબઈના રહેવાસી પ્રતિકભાઈ એ આ પોસ્ટ સ્પેશીયલ એમના પત્ની શ્રીમતી ઈશા માટે લખેલી )

Leave a Reply

error: Content is protected !!