Mojemoj.com

Best Gujarati Blog

પુત્રને જીવાડવા કિડની ધરી દીધી, પિતાએ એ રીતે સઘળી પીડા હારી લીધી

“વર્ષ ૨૦૦૨મ મારી પત્ની ભારતીના શરીરમાં જીવાત પડવાને કારણે મૃત્યુ પામ્યા અને ત્રણ વર્ષનો દીકરો અને ૪ વર્ષની દીકરી મને સોંપીને પરિવારની બધી જવાબદારી મને આપી ગઈ. મેં પ્રાયવેટ કંપનીમાં જોબ કરી અને ૨૦૦૬ માં મને ગળાનું કેન્સર થયું પણ પ્રભુ કૃપાથી આ બધી તકલીફો કુટુંબ ભાઈની મદદથી દુર થઇ અને આજે શાંતિથી જીવી રહ્યો છું” આ શબ્દો છે કચ્છ ભુજના પ્રમુખ સ્વામી નગરમાં રહેતા પ્રણેશભાઈ પાઠકના. આજે ફાધર્સડે છે ત્યારે પિતા તરીકે પરિવારની એકલા હાથે જવાબદારી સાંભળી સંતાનોને ભણાવવા-ગણાવવા સાથે દીકરાને કીડની ડોનેટ કરી એક શ્રેષ્ઠ પિતા તરીકે જવાબદારી નિભાવતો એક પ્રેરક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. પ્રણેશભાઈ હાલમાં તેના પિતા જયેશભાઈ, દીકરી પૂજા અને દીકરા ભાવિક સાથે ભુજમાં રહે છે. તેઓ કહે છે કે માતા અને પત્નીના અવસાન પછી ઘરના કામકાજ, રસોઈ સહિતની બધી જ જવાબદારી મારા પર આવી ગયી છે, બાળકો નાના હતા તેમને ખબર પણ નહોતી પડતી તેવી પરિસ્થિતિમાં ભણાવ્યા અને મોટા કર્યા. પિતા પણ નોકરી કરતા એટલે તેમને પણ સમય ન રહે એવી સ્થિતિ વચ્ચે ભગવાને પરીક્ષા લેવાની શરુ કરી.

૨૦૦૨ ના વર્ષમાં પત્ની મૃત્યુ પામી, ૨૦૦૬ માં મને તમાકુની ખોટી આદત હતી જેથી ગળાનું કેન્સર થયું એ સમયે તો નોંધારો બની ગયો હતો. પરંતુ પરમાત્માએ હાથ જાલ્યો કોઈ સગા ભાઈ-બહેન તો નહિ પણ કાકાના દીકરા ભાઈએ ખભે ખભો મિલાવી મદદ કરી. મારામાં તાકાત આવી, રાજકોટમાં ઓપરેશન કરાવ્યું અને સ્વસ્થ થઇ ગયો.

તે સમયે, જીવન યાત્રા સુખદ રીતે ચાલતી હતી પરંતુ દીકરો ૧૬ વરસનો હતો ત્યારે અચાનક એક દિવસે કહ્યું કે પપ્પા મને બહુ થાક લાગે છે. મેં કહ્યું કે કાલે જોબમાં રાજા રાખીને ડોક્ટર પાસે જતા આવીશું. અને હોસ્પીટલમાં ટેસ્ટ કરાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે દીકરા ભાવિકની બંને કિડની કામ નથી કરતી. અને શરીરમાં ૨૬ ક્રીએતીન અને માત્ર ૪ ટકા હિમોગ્લોબીન બચ્યું છે.

બહુ પ્રયાસો દવાઓ કરી, પણ બંને કીડની ફેઈલ થઇ ગયી. આભ અને ધરતી બંને એક લાગવા માંડ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવવાનું કોઈએ સૂચવ્યું અને ત્યાં કહ્યું કે જો દીકરાને બચાવવો હોય તો તમારી કિડની ડોનેટ કરવી પડશે. કોઈ પણ વિચાર કર્યા વગર મેં મારી એક કિડની દીકરાને ધરી દીધી.

આવી અનન્ય કહાની સાથે ભગવાને અમારી પરીક્ષા કરી પણ મારી હિંમત એ બધાને ટક્કર મારી, માત્ર પરમાત્માની કૃપા મેળવી આજે અડીખમ છું.

ખરા અર્થ માં ફાધર્સડે ઉજવી રહેલા પ્રણેશભાઈ પાઠક ને દિલ થી સલામ.

સોર્સ – ગુજરાત સમાચાર

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!