જીવનની ભાગદોડમાં આપણે મહત્વની વસ્તુઓ કે આનંદને ચુકી તો નથી જતા ને?

વોશીન્ગ્ટન શહેર, જાન્યુઆરી ૨૦૦૭ની એક ઠંડી સવાર, મેટ્રો રેલ્વે સ્ટેશન પર એક વાયોલીન વાદકે ૪૫ મિનીટ સુધી એક એકથી ચડિયાતી ધૂન વગાડી. આ સમય દરમ્યાન લગભગ ૨૦૦૦ લોકો ત્યાંથી પસાર થયા હશે. મોટાભાગના લોકો પોતપોતાના નોકરી ધંધા પર જતા હતા. ત્રણેક મિનીટ પછી એક આધેડ વ્યક્તિનું ધ્યાન ગયું કે કોઈ વાયોલીન વગાડે છે, તે થોડી ક્ષણ ત્યાં થોભ્યો અને તરત પોતાના સ્થળે જવા રવાના થયો.
ચાર મિનીટ પછી :
વાયલિન વાદકને પહેલો ડોલર મળ્યો. એક સ્ત્રીએ ત્યાંથી પસાર થતી વેળાએ સહેજ પણ અટક્યા વિના તેની ચાદરમાં એક ડોલર ફેંક્યો.
છ મિનીટ પછી :
એક યુવાને દીવાલને ટેકો દઈને થોડી વાર સાંભળ્યું, પછી પોતાની કાંડા ઘડિયાળ પર નજર નાખી અને ચાલવા માંડ્યો.
૧૦ મિનીટ પછી :
એક ત્રણ વર્ષનું બાળક ત્યાં થ્ભ્યું. પણ તેની માતાએ તેને સાથે લઇ જવા જડપ થી તેને ખેંચ્યું. બાળક ફરી અટક્યું અને વાયોલીન સંભાળવા માટે ઉભું રહ્યું, પરંતુ તેની માતાએ વધારે બળપૂર્વક બાળકને સાથે લઇ જવા ખેંચ્યું અને બાળક પણ ચાલવા માંડ્યું. તેમ છતા બાળક ચાલતા ચાલતા પાછળ ફરીને વાયોલીન વાદકને સાંભળી રહ્યું હતું. ત્યાંથી પસાર થયેલા બીજા ઘણા બાળકોએ પણ આમ જ કર્યું પરંતુ દરેક માતા-પિતાએ પણ પેલી માતાની જેમ જ બાળકને ત્યાંથી બળપૂર્વક સાથે લઇ ગયા.
૪૫મી મીનીટે:
વાયોલીન વાદક હજુ પણ સંગીત રેલાવી રહ્યો હતો, ફક્ત ૬ વ્યક્તિઓજ ત્યાં થોડી વાર ઉભા રહ્યા અને સંગીત સાંભળ્યું. આશરે ૨૦ લોકોએ પૈસા આપતા ગયા અને ચાલતા ગયા. વાયોલીન વાદકે કુલ ૩૨ ડોલર એકઠા કર્યા.
એક કલાક પછી:
વાયોલીન વાદકે વગાડવાનું બંધ કર્યું અને મૌન ધારણ કર્યું. કોઈએ ધ્યાન પણ ન આપ્યું કે કોઈએ તેના વખાણ પણ ન કર્યા
કોઈને પણ એ વાતની જાણ ન થઇ કે વાયોલીન વગાડનારો વ્યક્તિ એ બીજો કોઈ નહિ પણ તે સમય નો મહાન વાયોલીન વાદક જોસુઆ બેલ હતો. તેણે વાયોલીન ની એવી જટિલ રચનાઓ લખી હતી અને વગાડી હતી કે જેની કિંમત લગભગ ૩.૫ મિલિયન ડોલર થાય. આ બનાવના બે જ દિવસ પહેલા જોસુઆ બેલે બોસ્ટનમાં રહેલ પોતાનું થીએટર વેચ્યુ હતું, જ્યાં તેને સાંભળવા જવા માટે આશરે ૧૦૦ ડોલર ની ટીકીટ ખરીદવી પડતી હતી.
આ એક સત્ય ઘટના છે. એક સામાજિક પરીક્ષણના ભાગરૂપે લોકોના રસ, પ્રાથમિકતા અને વિભાવાનાને ચકાસવા માટે વોશીન્ગ્ટન પોસ્ટે જોસુઆ બેલ સાથે મળીને આ પ્રયોગનું આયોજન કર્યું હતું.
આ પ્રયોગ દ્વારા ઘણા સવાલો જન્મ્યા :
• શું આપણે સામાન્ય જગ્યાએ, સામાન્ય વાતાવરણમાં અને અયોગ્ય સમયે કોઈ સામાન્ય વ્યક્તિની સુંદરતા કે સારપને અનુભવી શકીએ છીએ ખરા? જવાબ છે, “ના.”
• અને કદાચ આપણે અનુભવી પણ શકીએ તો તેને બિરદાવવા થોભીએ છીએ ખરા? “ના.”
*શું આપણે સહજપણે અને અણધાર્યા સંજોગોમાં પ્રતિભાઓને ઓળખી શકીએ છીએ? “ના.”
માટે જ આ પ્રયોગ થકી શક્ય એક એવો નિષ્કર્ષ કાઢી શકાય કે :
જયારે દુનિયાનો એક મહાન વાયોલીન વાદક, સૌથી સુંદર વાયોલીન સાથે જે-તે સમયનું સૌથી મધુર માદકતા ફેલાવી રહ્યો હોય અને જો આપણી પાસે ત્યાં ઉભા રહેવા કે સાંભળવા માટે એક ક્ષણ પણ ન હોય તો.. તો જીવનની આ ભાગદોડ માં આપણે બીજી કેટલી મહત્વની વસ્તુઓ કે આનંદને ચુકી જઈએ છીએ? અને જીવનના ખરા આનંદથી વંચિત રહીએ છે. આપણે એવા પણ માનસિક રોગથી પીડાતા હોઈએ એવું લાગે છે કે આપણને ફક્ત અને ફક્ત નામચીન કે વિખ્યાત વસ્તુઓ કે વ્યક્તિઓનીજ કદર કરવામાં રસ છે. જયારે કોઈક ઉગતી પ્રતિભા તેની કળા કે આવડતના દર્શના કરાવે ત્યારે મોટેભાગે આપણે તેની ખુબ જ અવગણના કરીએ છીએ. વળી વિડંબણા તો એ છે કે, એ જ અવગણના નો સામનો આપણે પણ ક્યારેક અને ક્યારેક કર્યો હોય જ છે, તો પણ કેમ આ ઘટના નું પરિવર્તન થવા દઈએ છીએ?. દરેક મહાન કે ઉત્તમ રચના, સર્જન કે વ્યકિત કોઈક સમયે તો પ્રારંભિક સ્તરે જ હોય છે. આપની આસપાસ અઆવી ઘણી પ્રતિભાઓ છે અને એમને જરૂર છે ફક્ત તમારી સભાનતા પૂર્વકની નોંધની. તમારી એક સભાનતા ઘણી પ્રતિભાઓને અકાળે ડૂબતી બચાવી શકે અને આ જગતને અનેક નવા સર્જકો અને સર્જનોની ભેટ આપી શકે.
– સત્ય ઘટના