Mojemoj.com

Best Gujarati Blog

ટેક્ષી ચલાવી છોકરાને ભણાવ્યા અને પહોંચાડ્યા અમેરિકા – વાંચવા જેવું

આ છે રામઆશ્રય દૂબેજી. મુંબઈમાં ટેક્સી ચલાવે છે. શુદ્ધ હિન્દી બોલે છે. ને વિવેકી ઇન્સાન છે. જનરલ નોલેજ પણ અમુક છાપે ચડતી સેલિબ્રિટીઝ કરતા સારું, છાપું રોજ વાંચે છે. ફાઈન. એમાં શું નવાઈ એવું થશે. તો નવાઈ એ છે કે એમની મોટી પુત્રી પીએચડી છે ને 8 વર્ષથી કોલેજમાં પ્રોફેસર છે. વચેટ પુત્ર અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ગૂગલમાં જોબ કરે છે. મહીને ચારેક લાખની સેલેરી સાથે. નાનો પુત્ર એન્જીનીઅર થઈને બોરિવલીમાં પોતે ખરીદેલી ઓફિસમાં પ્લેસમેન્ટ એજન્સી ચલાવે છે ! જિંદગીમાં પૂરો સઁતોષ અનુભવતા પિતા વળી સઁતાનો આટલું ભણ્યા ને સુખી થયા એની ક્રેડિટ એમની માતા, પોતાના પત્નીના ઉછેરને આપે છે. એણે જ ધ્યાન આપી બધાને ભણવા માટેની તૈયારીઓ કરાવી.

ટેક્સી ચલાવી ફી ભરી બધાની. સારી રીતે મોટા કર્યા. એમના કહેવા મુજબ ‘જીવન મેં દો ચીજ કી. મન લગા કે કામ કિયા, ઔર થક કે ભરપૂર આરામ કિયા !’ લોઅર પરેલ ફિનિક્સ મોલ પાસે ટેક્સી લઈ ઉભા રહે વર્ષોથી. સારા ભાડા મળે…ને ચિંતા ય કરે કે અહીં પાર્ટી કરવાવાળા મોટા ઘરના છોકરા છોકરીઓ જલસા ભલે કરતા પણ જાતે સઁઘર્ષ કરી ભણતા નથી ! હવે દીકરી ને બેઉ દીકરા પિતાને ટેક્સી છોડવાનું કહે છે. પણ એમનો જવાબ છે કે ‘ ફિર કરેંગે કયા ? અપને પસીને કી કમાઈ કા આનઁદ હી કુછ ઔર હૈ ! ‘ જો કે, હવે કામ ઘટાડીને પત્ની સાથે ભારતભરમાં જાત્રા કરવાનું વિચારે છે. આ જે કંઈ થયું એનો યશ ‘ ભગવાન કી ક્રિપા ઔર બડો કે આશીર્વાદ ઔર સંસ્કાર ‘ ને દૂબેજી આપે છે.

તો સીધા રસ્તે મહેનત કરવાને ક્ષુલ્લક ગણી, કશું ય કર્યા વિના પોતાના સંજોગોને કોસતા રહેતા કે ભણ્યા શીખ્યા વિના સીનસપાટા કરી રખડયા જ કરતા લોકોને આપણે શું કહીશું ? ‘ડૂબે….જી ?!’

~ જય વસાવડા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!