આ કારણથી ભોજન જો હાથ વડે ખાઈએ તો ખુબ જ ફાયદાઓ થાય છે – વાંચીને વિશ્વાસ નહિ આવે

આપને પશ્ચિમ સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ એના ભાગરૂપે હાથ ને બદલે છરી કાંટા નો ઉપયોગ પણ ખુબ વધી ગયો છે. પણ શું તમને ખબર છે આપણે શા માટે હાથો વડે જ ભોજન લેવું જોઈએ ?

ચમચી, છરી કે કાંટાથી ખાદ્ય સિવાય સીધા હાથથી ખાવાના ઘણા ફાયદાના હોઈ શકે છે. આયુર્વેદમાં હાથથી ભોજન કરવાના ઘણા ફાયદા ગણાવ્યા છે. હાથથી ભોજન કરવાથી તમારા માટે આરોગ્યને લાભ થાય છે. ચાલો જાણીએ અમુક રસપ્રદ કારણો.

શરીરના પંચતત્વનું સંતુલન :

આયુર્વેદ મુજબ શરીર પાંચ તત્વોથી બનેલો છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ આ પાંચ તત્વોમાં થતાં અસંતુલન શરીરમાં ઘણા રોગોનું કારણ હોય છે. હાથથી ગ્રાસ બનાવતા સમયે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય રહે છે અને ઉર્જા જળવાય રહે છે.

પાચનમાં લાભકારી :

સ્પર્શ મગજ માટે સૌથી વધારે સંવેદન આપે છે. ખોરાકને સીધા હાથ ઉઠાવતા એના સ્પર્શથી મગજ સક્રિય થાય છે અને ખાદ્ય પહેલા પેટને પાચન માટે સક્રિય થવાનો સંકેત આપે છે જેથી પાચનમાં મદદ મળે છે.

મોં ને બળતરાથી બચાવે છે :

હાથથી ભોજન કરતી વખતે ભોજન કેટલુ ગરમ છે આ સ્પર્શ માત્રથી જાણ થઈ જાય છે અને જેથી મોં બળતરા બચે છે અને ચમચીના ઉપયોગથી મગજને આ સંદેશ નથી મળતો કે ભોજન કેટલુ ગરમ છે

વેદિક સંસ્કાર:

વેસ્ટર્ન દેશોમાં હાથેથી ખોરાક લેવાને અન-હાય્જેનીક ગણ્યું છે જયારે ભારતની સંસ્કૃતિમાં લખેલ છે કે જયારે હાથે થી ભોજન કરીએ ત્યારે ફક્ત તમારું પેટ જ નહિ પણ તમારા મગજ સુધી ખોરાક પહોંચે છે.

સોર્સ: હિન્દુત્વ વેબ

Leave a Reply

error: Content is protected !!