થોડી પરેજી અને આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલ ને કરો બાય બાય
ચહેરાના અન્ય ભાગો કરતાં આંખ નીચેની ચામડી ડેલિકેટ અને પાતળી હોય છે. આપણું એજિંગ, સ્ટ્રેસ, ઈન્ટરનલ હેલ્થ અને લાઈફ-સ્ટાઈલ તરત આંખ નીચે દેખાઈ આવે છે. માટે જ તે એરિયાને ખાસ કેરની જરુર હોય છે. ડાર્ક સર્કલ 20 વર્ષની ઉંમરની આસપાસ પણ થઈ શકે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે પોષણક્ષમ અને બેલેન્સ્ડ ડાયટ જેમાં તાજા ફળો હોય, સલાડ હોય, દહીં હોય વગેરે વસ્તુઓ લેવી જોઈએ.
બ્યૂટી એક્સપર્ટ શહેનાઝ હુસેને ડાર્ક સર્કલ્સ વિશે આપેલ અમુક ટીપ્સ
- રોજ કસરત કરવી તેમજ ઉંડા શ્વાસ લેવા, તેનાથી બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે. પુરતી ઊંઘ ખુબ જરુરી છે.
- જ્યારે ક્રીમ લગાવો અથવા તો મેક-અપ રિમૂવ કરો ત્યારે આંખની નીચેના ભાગને ધીરેથી અડકો અને ત્યાં હળવાશથી હાથનો ઉપયોગ કરો. ત્યાં મસાજ ના કરવું વધારે સારુ છે.
- જો તમે ફેસ મસાજ કરાવો તો પ્રોફેશનલ પાસે કરાવો, જેથી તે યોગ્ય ટેક્નિક અપનાવે. મેક-અપ રિમૂવ કરવા માટે કોટનને ક્લિનઝીંગ જેલમાં ડીપ કરીને ઉપયોગ કરવો જોઈએ.
- આંખની નીચેના ભાગ માટે ખાસ જે ક્રીમ મળતી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. હેવી ક્રીમ સુટેબલ નથી હોતી. લાઈટ ક્રીમ્સનો ઉપયોગ કરવો. નોર્મલ ફેસિયલ માસ્ક આંખની આસપાસ ના લગાવો. અંડર આઈ ક્રીમ જેમાં બદામના ગુણ હોય તે લગાવી શકો છો
- આંખોને હુંફાળા પાણીથી ધોવો અને પછી ઠંડા પાણીથી. આનાથી આંખોનું બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે તેમજ આંખો સાફ પણ થાય છે.
ડાર્ક સર્કલ દૂર કરવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અપનાવવા જોઈએ
- કાકડીનો રસ એ સૌથી કોમન ઉપચાર છે. રોજ આંખ નીચે લગાવો અને 15 મીનિટ પછી ધોઈ નાખો.
જો આંખ નીચે સોજો આવ્યો હોય તો કાકડીના રસમાં બટાકાનો રસ મિક્ષ કરો. - કાકડીનો રસ અને લીંબુના રસને સરખા પ્રમાણમાં ભેગો કરો અને રોજ લગાવો. 15 મિનીટ પછી ધોઈ નાખો.
- રુ(કોટન)ના બે ચોરસ પેડ બનાવો, તેને ગુલાબ પાણી અથવા કાકડીના રસમાં પલાળીને આંખ બંધ કરી આંખ પર મુકો. 15-20 મિનીટ મુકો અને રિલેક્સ થઈ જાઓ. ટી-બેગ પણ આ રીતે મૂકી શકો છો.
હેલ્ધી લાઈફ-સ્ટાઈલ અને આ ઉપચારો સિવાય, રિલેક્સ થવા માટે પણ સમય કાઢો.