Sachin : A Billion Dreams – ફિલ્મનો એક અદ્ભુત રીવ્યુ
સચિન તેન્ડુલકરને સમજણો થયો / ક્રિકેટ જોતો થયો (૧૯૯૨ થી) ત્યાર થી સતત કોઈ મેચ મિસ કર્યા વગર જોયો હોય, એવી પરિસ્થિતિ જયારે આખા સ્કોરબોર્ડમાં બસ એક જ નામ દેખાતું હોય ‘Sachin Tendulkar’…કટ ટુ ૨૦૧૭, મોટા પડદે ‘આપણા સચિન’ ની બાયોપિક કમ ડોક્યુડ્રામા જોવા મળતી હોય તો એ લોટરી જ લાગી સમજો! પણ ક્યારેક એવું પણ બને કે વાનગીમાં બધું માપસર અને પરફેક્ટ હોવા છતાં કંઇક ખુટતું હોય એવું લાગ્યા કરે! ‘Sachin: A Billion Dreams’ જોઇને એક્ઝેટલી એ જ ફિલ આવી.
ટેણીયો સચિન બનતો મિ…ખાઈલ ગાંધી ખુબ જ ગમ્યો, પછી તો બચપણની યાદો, સ્ટ્રગલ, ફેમિલી, અંજલિ સાથે સગાઇ-લગ્ન અને પછી સારા અને અર્જુનનો જન્મ, યારો દોસ્તો, પિતા રમેશ તેન્ડુલકરની એક્ઝીટ, કોચ આચરેકર, વર્લ્ડકપ જીત અને છેલ્લે રિટાયરમેન્ટ. પણ, શું ખુટ્યું તો? સચિન પર લાગેલા બોલ ટેમ્પરિંગનાં આરોપ, પોતાના માટે રમતો હોવાની આલોચના, સચિનનાં કન્ટેમ્પરરિ લેજન્ડસ રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અને લક્ષ્મણ સાથેનાં સંબંધો અને રેપો કેવા હતા, ટુર વખતે ડ્રેસિંગ રૂમમાં કેવો માહૌલ રહેતો, અંજલિ એ માત્ર સચિન માટે પોતાની મેડિસીનની સુપર બ્રાઈટ કરિયર છોડી દીધી એનાં વિષે વિગતે ફોડ, સચિન પર્સનલ લાઈફમાં સ્વભાવે કેવો છે, લોકપ્રિયતાને કેવી રીતે હેન્ડલ કરે, ફરારી વિવાદ, રિટાયરમેન્ટ પછી એ શું ઈચ્છે છે?, વિનોદ કામ્બલી વિષે પણ પેલી હેરિશ શિલ્ડ ટુર્નામેન્ટની પાર્ટનરશિપ સિવાય હરફ સુદ્ધાં ન આવ્યો…વગેરે વગેરે ખૂટતા લાગ્યા. છતાં આ ફિલ્મમાં અંજલિનું નેરેશન અને કેરેક્ટર એકદમ ઉઠીને બહાર આવ્યા છે, તો બીજી તરફ ફિલ્મ ‘એમએસ ધોની’ ની જેમ ડ્રામેટિક બનાવવાનાં બદલે સચિન-હર્ષા ભોગલે-બોરિયા મજુમદાર-અંજલિ તેન્ડુલકર-ભાઈ અજિત તેન્ડુલકર વગેરેનાં વોઈસ ઓવર થી એકદમ ધાંસુ રજૂઆત બની છે. પણ છેલ્લે એવી જ ફિલ આવી કે આ તો બધું જ ખબર હતી, સાલું નવું શું શું જાણવા મળ્યું?
સચિનનાં ડાયહાર્ડ ફેન તરીકે ‘Playing it My Way’ વાંચવી અનિવાર્ય છે! ‘સચિન સચિનની ગુંજ, રહેમાનનો અવાજ, ઈમોશન્સની પકડ, અને કેટલાક ચોંટદાર લાઈફ લેસન થી ભરપુર ડાયલોગ્સ સચિનનાં મોઢે થી સાંભળવા માટે શ્યોર શોટ વોચ! Still director James Erskine has played safe overall…..ક્યારેક ગાંગુલી કે દ્રવિડની બાયોપિક જોવી વધુ ગમશે!!
-Bhavin Adhyaru
અને હા, શું તમને ખબર છે ‘Playing it My Way‘ ગુજરાતી માં પણ મળે છે ? આ પુસ્તક સચિન ના તમામ ફેન્સે અચૂક વાંચવા જેવું છે જે ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા વોટ્સએપ કરો 7405479678