શ્રવણ ટીફીન સેવા – વર્ષોથી ચાલતી અદ્ભુત અને પ્રસંસનીય વૃદ્ધ માં-બાપ માટેની સર્વિસ
‘ શ્રવણ ટીફીન સેવા ” છેલા 9- વરસથી અવિરત ચાલે છે અને હું ભાયંદરમાં જ્યાં રહું છું એની બાજુની જ બિલ્ડીંગમાં છેલા 8 વરસથી બે- વયોવૃદ્ધ એકલા પડી ગયેલા કાકા અને કાકીને ત્યાં નિયમિત 2- ટાઈમ ગરમાગરમ ભોજન આવે છે !! એ ટીફીન સેવાની એક રીક્ષા દરરોજ મારા ઘર પાસે જોયા પછી એક દિવસ મેં તપાસ કરી ત્યારે ખબર પડી કે ડો. ઉદય મોદી આ સેવા ફ્રી માં ચલાવે છે પછી મેં આવા વધુ લાભાર્થીની મુલાકાત લીધી અરે તેમનું ટીફીન ટેસટ કર્યું છે પછી એક પોસ્ટ ઘણા સમય પહેલા મૂકી હતી.
મુંબઈના સ્થાનિક અખબારો અને મેગેજીનોમાં આ કાર્યની નોંધ લેવાઈ છે અને સરાહના થઇ છે, એ બધા સાહિત્યનો અભ્યાસ કર્યો અને આખી સેવાનું સંચાલન મૂળ વિચાર એ બધી બાબતોને સમજીને મને લાગ્યું આ અદભૂત સેવા કાર્ય થઇ રહ્યું છે! આપણે કાઈ ના કરી શકીએ તો કાઈ નહિ આવી સુંદર પ્રવૃતિનો પ્રચાર, પ્રસાર, થવો જ જોઈએ, ડો ઉદયભાઈ સૌરાષ્ટ્રના અમરેલીના વતની અને જન્મે કપોળ વણિક જ્ઞાતિના છે મીરા-ભાયંદર એરિયામાં બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પોતાની સારી પ્રેકટીશ છે કલીનીક છે, પૈસેટકે સુખી છે અને સરળ સ્વભાવના અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.
ચુપચાપ પોતાનું કામ કરવામાં માને છે !! તેઓ ફક્ત ટીફીન જ નથી પહોચાડતા, વડીલોને જરૂરી હોય એને દવાઓ, અને તેમના જન્મદિવસ પણ સહ- પરિવાર જઈને ઉજવે છે. આ મને તેમનો પરિચય થયો એ પછી હું તેમને સમજી શક્યો છું એ મુજબ વાત કરું છું…
મારો હેતુ આ ઉમદા પ્રવૃતિને વધુ વેગ મળે અને હજી ઘણા બધા વડીલો લાભ લેવા માટે લાઈનમાં ઉભા છે. એમને લાભ મળે એટલો જ છે,
સોર્સ: રાજેશભાઈ