કેટલાક વિચિત્ર ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ – લોકો આવું પણ કરી શકે ?
અમુક લોકો ખાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવતા હોય છે, જ્યારે અમુક લોકો ના કામ કરતાં કરતાં જ રેકોર્ડ બની જતાં હોય છે. તો આજે આપણે કેટલાક એવા વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ જોઈશું, જે લોકો એ બનાવ્યા.

- સૌથી જોરથી ભસવાનો વર્લ્ડ રેકોર્ડ. ચચાર્લી નામનો એક કૂતરો કે જેને 29 માર્ચ, 2013 ના રોજ સૌથી જોરથી ભસવાનો વર્લ્ડ રેકોર્ડ બનવાયો. 113.1 ડેસીબલ નો અવાજ રજિસ્ટર કરાવ્યો. 70 ડેસીબલ કરતાં વધારાનો અવાજ લોકોને ઘોંઘાટ જેવો લાગે. તો હવે સમજી જાવ કે આ કૂતરો કેટલા જોર થી ભસ્યો હશે?!!
- ફાસ્ટફૂડ ના શોખીન ને પણ શૉક લાગે એવો આ માણસે વર્લ્ડ રેકોર્ડ કર્યો.આખા જીવન દરમ્યાન સૌથી વધારે મેકડોનાલ્ડ્સના “બિગ મેક” ખાધા. આંકડો જાણવો છે તમારે? 40 વર્ષ ના ગાળા માં કોઈ એક જ કંપની ની એક જ પ્રોડક્ટ સૌથી વધારે ખાવાનો આ વર્લ્ડ રેકોર્ડ છે.
- સૌથી વધારે શરીર ની ચામડી ખેંચવાનો. ગેરી ટર્નર નામનો બ્રિટિશ માણસ ખબર નહીં કે શરીર છે કે કોઈ રબર ની વસ્તુ. તે પોતાના પેટ ની ચામડી ને 6.25 ઇંચ જેટલો દૂર સુધી ખેંચી શકે છે. જે એક મેડિકલ ના ઈતિહાસમાં વિચિત્ર ઘટના છે જ અને વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ.
- શરીર પર કાણાં પાડવાનો રેકોર્ડ. આપણી ત્યાં શરીરના કાન અને નાકમાં કાણાં પાડવાનો રિવાજ છે. એની પાછળ એક મેડિકલ કારણ પણ છે. પરંતુ એ પછી ક્યારેક વાત કરીશું. બ્રાઝિલ ના આ ડેવિડસન બેન એ પોતાનું એક શરીર માં કાણું જાન્યુઆરી 1997 માં કરાવ્યુ અને પછી તો જાણે ઇનો જ શોખ ઉપડી ગયો. પછી ના 9 જ વર્ષ માં 4225 શરીર માં કાણાં પડાવી દીધા. દબંગ મૂવી નો ડાયલોગ યાદ આવી ગયો કે હમ તુમારે મે ઇતને છેદ કરેંગે કે કન્ફ્યુજ હો જાવેગે. ખરેખર, આ બેન માટે તો આ ડાયલોગ તો લાગુ પડે જ.
- મુંછો. શરાબી મૂવી નો ડાયલોગ હતો કે “મુછે હો તો નથ્થુંલાલજી જેસી હો વર્ના ના હો.” આ નથ્થુંલાલજી પણ આપણા ભારત ના જ છે. એમનું નામ રામસિંઘ ચૌહાણ. 1 ફૂટ કે 3 ફૂટ નહીં પણ 14 ફૂટ લાંબી એમની મૂંછ છે.
- સૌથી લાંબા પગ. માણસ ના શરીર ની રચના ની અસર એની હાઇટ પર થાય છે. જેની હાઇટ વધારે એની પર્સનાલિટી સારી. રશિયા ના એક બેન જેમના પગ ની લંબાઈ 4 ફૂટ કરતાં પણ વધારે છે.
- લો બોલો. સૌથી વધારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રાખવાનો રેકોર્ડ. અશરીતા ફરમાન નામના માણસે સૌથી વધારે 120 વર્લ્ડ રેકોર્ડ રાખવાનો રેકોર્ડ ધરાવે છે.
- સૌથી લાંબા નખ. આપણે નાના હતા ત્યારથી જ થોડાક નખ મોટા થાય એટલે ઘરમાથી તરત જ અવાજ આવે કે ચાલો નખ કાપી લો. પણ,અમેરિકા ના લી રેડમંડ નામની મેડમ એ પોતાના 28 ફૂટ અને 4.5 ઇંચ નખ વધાર્યા છે. આટલા નખ વધારતા વધારતા એમને ળઆગભાગ 30 વર્ષ થી પણ વધારે નિકળી ગયા. આમના મમ્મી પપ્પા આ મેડમ ને બોકતા નહીં હોય??!!! પણ, એક ગાડી ના એક્સિડેંટ માં એમના કેટલાક નખ તૂટી ગયા.
સોર્સ: ગૂડ હાઉસ કીપીંગ વેબસાઇટ
લેખક: નિશાંત પંડ્યા
This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.