અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદીઓનો હુમલો – ૬ યાત્રાળુઓની મૌત

તાજેતરની માહિતી મુજબ, જમ્મુ કાશ્મીર રાજ્યના અનંતનાગ જીલ્લામાંથી પસાર થઇ રહેલ અને અમરનાથ યાત્રાળુઓ થી ભરેલી બસ ઉપર આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો અને બસ ને આગ ચાંપી દેતા બસમાં રહેલા ૬ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા અને ૧૨ યાત્રાળુઓ ઘાયલ થયા હતા.

મળેલ માહિતી મુજબ, આ બસ યાત્રાસંઘ ની માન્યતા વાલી બસ નહોતી પણ બીજી કોઈ સંસ્થાની બસ હતી. આ વર્ષે અમરનાથ યાત્રા માટે સવા લાખ યાત્રાળુઓ એ રજીસ્ટ્રેશન કરેલ છે.

આ ઘટનાને જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલા એ દુખદ ઘટના કહી છે. જોઈએ છીએ, આપણા દેશ ના વડાપ્રધાન આ ઘટના માટે શું રીએક્શન આપે છે અને આતંકવાદીઓ વિરુધ શું કાર્યવાહી કરે છે.

ન્યુઝ સોર્સ: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

Leave a Reply

error: Content is protected !!