વૃદ્ધાશ્રમ ની વિરુદ્ધમાં – માંની સાથે પિતાની પણ તરફેણ માં વાંચવા જેવી વાતો

મહત્વપૂર્ણમ માતા પિતા ચ
[ માતા અને પિતા બન્ને મહત્વ પૂર્ણ છે]

“નારી તું નારાયણી”
[અર્થાત નારી દેવી સ્વરૂપ છે]

નો ડાઉટ.

” માં તે માં બીજા બધા વગડાના વા”
[અર્થાત એક માં સિવાય બીજા કોઈની લાગણી ભાવના આપના માટે એના જેટલી મજબૂત નથી હોતી. બીજા સંબંધો બસ કહેવા પૂરતા જ છે]

એ પણ સાચું.

” ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર”
[ જેમ કંસાર ગોળ વિના ફિક્કો લાગે છે એમ આ સંસાર માં માં વિના ના બાળકો આનંદ નથી અનુભવી શકતા. નમાયા બાળકો મોટા તો થાય છે પણ દરેક સુખ દુઃખ સફળતા નિસફળતા માં એને માં ની કમી હંમેશા મહેસુસ થતી જ રહે છે.]

આય ખરું ભાઈ.

” જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે”
[ અર્થાત જે હાથ ઘોડિયું જુલાવીને બાળકને કન્ટ્રોલમાં કરી શકે છે રડતું અટકાવી શકે છે એ માં ના હાથ જગત ઉપર શાસન કરવા માટે પણ સક્ષમ છે]

હા ભાઈ હા

“યત્રે પુજયંતે નાર્યા તત્રે રમયંતી દેવતા”
[અર્થાત જ્યાં નારી નું સન્માન જળવાય છે ત્યાં ખુદ ભગવાન વસે છે]

અને એક આ

“ઘોડે ચડનાર બાપ મરજો પણ દળના દળનાર માં મત મરજો”
[ અર્થાત જો એવી પરિસ્થિતિ આવે કે પિતા અને માં બે માંથી એક જ મળી શકે તો માં જ દરેક ની પસંદ હશે]

હવે માં માટે બાપને કુરબાન કરવા તૈયાર છે એ તો ખોટું જ કહેવાય ને. હું તો કહું છું બાપ માટેય આવા સુવાક્યો બનાવવા જોઈએ. અને હું એ બનાવીશ પણ ખરો. ભલે ફેમસ થાય કે ન થાય કમસેકમ હું કોશિશ તો કરી શકું ને?

“નર તું નરહરિ”
[ અર્થાત પુરુષ ભગવાન સ્વરૂપ છે.]

“બાપ તે બાપ ને બીજા રસ્તાના સાપ”
[ અર્થાત પિતાને તુલ્ય અહીં કોઈ આવી શકે નહીં. પિતા જ એક એવો પુરુષ છે જે તમારી ઈર્ષા કરતો નથી. માત્ર પિતા જ અંત સુધી સાથ સહકાર અને હિંમત આપીને પુત્ર/પુત્રીને કામિયાબ બનાવે છે. બાકી તો બધાય રસ્તામાં સાપ ની જેમ નડતા હોય છે. ઘણા સગાઓ મિત્રો તો આપણી હિંમત તોડતા હોય છે ખોટે રસ્તે પણ લઈ જતા હોય છે.]

” ખાંડ વિના મોળો ચાય , ને બાપ વિના કોણ આપે ખરી રાય”
[અર્થાત આ જેમ તપેલી માં દૂધ, ચા પત્તિ અને અન્ય મશાલા હોય પણ જો યોગ્ય પ્રમાણમાં ખાંડ ન ઉમેરો તો જેમ ચાય ફિક્કી લાગે છે એમ પુત્ર/પુત્રી મોટા થાય ત્યારે દરેક કામ માં પિતાની અનુભવની ખાંડ ન ઉમેરાય પિતાની સલાહ ન ઉમેરાય તો એ પુત્ર/ પુત્રી સફળ થઈ શકતા નથી.]

” દળના દળનાર માં જીવતી રહેજો પણ બાપ તો સદાય અમર રહેજો”
[ જેમ બાળકને સ્તનપાન થી લઈને દુઃખ માં રડીને હળવું થવા માટે એના ખોળાની જરૂર હોય છે. જીવન માં દરેક પળે મા ની મમતા ની જરૂર હોય છે. એમ પિતા પણ જીવન માટે જરૂરી છે. પિતા જ્યારે દાદા બને ત્યારે એ પૌત્ર નો ઉછેર કરે છે એટલે જો પિતા જીવતા રહે તો પ્રપૌત્ર ને પણ ઘડતર કરે]

“જે તેડીને ફરે , એ બધા દુઃખ હરે”
[અર્થાત જે પિતા બાળપણ માં બાળકને તેડી ને ફરે છે એટલે કે લાડ લડાવે છે એ પિતા મોટી ઉંમરે પુત્ર/પુત્રીના દુઃખ પણ એજ હરે છે.]

“યત્ર પુજયંતે નરહ તત્રે કદાપી ન ભવતી નર્કહ”
[ અર્થાત જ્યાં પિતાની પૂજા થાય છે ત્યાં વૃદ્ધાશ્રમ રૂપી નર્ક ક્યારેય ઉદ્દભવી શકતું નથી]

– વિકી ‘ઉપેક્ષિત’

 

Leave a Reply

error: Content is protected !!